સાયકલ ચલાવ્યા બાદ રીવાબા પોતાના ચહેરા પરથી માસ્ક હટાવે છે, અને કહે છે કે, હું સૌને કહેવા માગું છું કે, સાયકલિંગને તમારા રૂટિનમાં સામેલ કરો.
રિવાબાનું પિયર રાજકોટના કોલસાવાડી વિસ્તારમાં આવેલું હોવાને કારણે તેઓ નિયમીત રીતે અહિંયા આવતા હોય છે.
રાજકોટ: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની તેમજ ભાજપનાં મહિલા અગ્રણી રિવાબાનું પિયર શહેરનાં કોલસાવાડીમાં આવેલું છે. જેને લઈને તેઓ અવારનવાર અહીં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં તેઓ પિતાનાં ઘર નજીક જ સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા. સાયકલિંગ કરવાની સાથે જ રિવાબાએ લોકોને તેના ફાયદા સમજાવીને સાયકલનો વપરાશ વધારવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયામાં તેમનો આ વીડિયો વાયરલ થયો છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રિવાબા સાયકલ ચલાવતા પોતાનાં ઘર નજીક આવેલા સર્કલનો રાઉન્ડ લગાવે છે. બાદમાં ઉભા રહીને પોતાના ચહેરા પરથી માસ્ક હટાવે છે, અને કહે છે કે, હું સૌને કહેવા માગું છું કે, સાયકલિંગને તમારા રૂટિનમાં સામેલ કરો, કારણ કે આ એક્સરસાઇઝનું સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ માધ્યમ છે. તેમજ તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. સાથે જ સાયકલ ઇકોફ્રેન્ડલી અને પોલ્યુશન ફ્રી પણ છે. આપ બધા પણ સાયકલિંગનાં ફાયદાઓ જાણો જ છો. તો પ્લીઝ ગો ઓન વિથ સાયકલ...
https://youtu.be/F5-mS3FPFlY
ઉલ્લેખનીય છે કે, રિવાબા સેલિબ્રિટીનાં પત્ની હોવાની સાથે-સાથે ભાજપ તેમજ કરણીસેના સાથે જોડાયેલા છે. અને સમયાંતરે લોકો માટે ફાયદાકારક વાતો શેર કરતા હોય છે. ત્યારે હવે તેમણે પોતે સાયકલ ચલાવીને સાયકલિંગ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના આ નવીનતમ પ્રયાસની લોકો પ્રશંસા કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં તેમનો આ વીડિયો ધડાધડ લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.
- સાયકલ ચલાવ્યા બાદ રીવાબા પોતાના ચહેરા પરથી માસ્ક હટાવે છે, અને કહે છે કે, હું સૌને કહેવા માગું છું કે, સાયકલિંગને તમારા રૂટિનમાં સામેલ કરો.
- રિવાબાનું પિયર રાજકોટના કોલસાવાડી વિસ્તારમાં આવેલું હોવાને કારણે તેઓ નિયમીત રીતે અહિંયા આવતા હોય છે.