વાછરડીએ સિંહણનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો.
વાછરડીનું મારણ કરતી સિંહણનો ગ્રામજનોએ વિડીયો વાઈરલ કર્યો.
ઉના. ગીર પંથકમાં મધરાતે વાછરડીનું મારણ કરતી સિંહણનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જેમાં એક તબક્કે વાછરડી સિંહણ સાથે બાથ ભીડતી જોવા મળે છે.
આમ તો કહેવાય છે કે, હાથી આગળ કૂંતરાં ભસે... અર્થાત્ હાથી સામે કૂતરાં ભસે તોય એ એની દરકાર રાખ્યા વિના આગળ વધતો હોય છે. જોકે, ગીર પંથકમાં સિંહણે આ કહેવતને જાણે ચેલેન્જ આપી હોય એમ પગ પાસે ભસતાં કૂતરાંની લવલેશ દરકાર કર્યા વિના પોતાના મારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ગીર પંથકમાં મધરાતે વાછરડીનું મારણ કરતી સિંહણના વાઈરલ થયેલાં વિડીયોમાં જોવા મળે છે કે, ગામમાં ઘુસી આવેલી સિંહણ સામે બે વાછરડી છે. સિંહણ મારણ કરવાનો પ્રયાસ કરે છે ત્યાં પુછડીવાળીને બેસેલું એક કૂતરું ભસ્યાં કરે છે પરંતુ, સિંહણ એની સામે સ્હેજપણ ધ્યાન આપ્યા વગર વાછરડીને પાડી દેવાની ફિરાકમાં છે. એક તબક્કે વાછરડી સિંહણની સામે થાય છે. જોકે, પગ પાસે ભસતાં કૂતરાંની સામે સ્હેજેય ધ્યાન આપ્યા વિના સિંહણ આંટા મારે છે અને આખરે વાછરડીનું મારણ કરે છે.
આ આખી ઘટના સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરાથી કેદ કરી લીધી હતી અને હાલ વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે.
https://youtu.be/v75TmW9NbRk
- વાછરડીએ સિંહણનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો.
- વાછરડીનું મારણ કરતી સિંહણનો ગ્રામજનોએ વિડીયો વાઈરલ કર્યો.