પ્રેમ સંબંધ પૂરો કરી બીજે સગાઈ કરતા તેના પ્રેમીએ પોતે ઝેરી દવા પીવાની ધમકી આપી બોલાવી
લાવડ રોડ પરના રેસ્ટોરન્ટની પાછળ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
છેલ્લી વખત મળવાનું કહીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી લીધો
રાજકોટ : શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ભોગ બનનાર યુવતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે પ્રેમ સંબંધ પૂરો કરી બીજે સગાઈ કરતા તેના પ્રેમીએ પોતે ઝેરી દવા પીવાની ધમકી આપી બોલાવી હતી. અને બાદમાં કાલાવડ રોડ પરના રેસ્ટોરન્ટની પાછળ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતિની ફરિયાદને આધારે મહિલા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત અનુસાર, કાલાવડ રોડ પરનાં ભીમનગરમાં રહેતા મુકેશ કાંતિભાઈ મકવાણા તેમજ ફરિયાદી યુવતિ વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ યુવતિએ સંબંધ તોડી અને અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી. આ અંગેની જાણ થતાં જ રોષે ભરાયેલા મુકેશે 17 સપ્ટેમ્બરની સવારે યુવતિને આંતરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો પોતે ઝેરી દવા પી મરી જશે તેવી ધમકી આપી હતી.
જો કે યુવતિ તાબે ન થતા મુકેશે પેંતરો બદલ્યો હતો. અને છેલ્લી વખત મળવાનું કહીને પીડિતાને કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટની પાછળનાં રૂમમાં લઈ ગયો હતો. જ્યાં યુવતિનાં ઇન્કાર છતાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી લીધો હતો. અને આ અંગે કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની સાથે તેના પરિવારને પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
- પ્રેમ સંબંધ પૂરો કરી બીજે સગાઈ કરતા તેના પ્રેમીએ પોતે ઝેરી દવા પીવાની ધમકી આપી બોલાવી
- લાવડ રોડ પરના રેસ્ટોરન્ટની પાછળ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
- છેલ્લી વખત મળવાનું કહીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી લીધો