• અવધ રોડ પર પૂરતું પાણી ન મળતું હોવાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી
  • વીર સાવરકર ટાઉનશીપમાં મહિલાઓએ બેડા અને ડોલ લઈને હોબાળો મચાવતા અધિકારીઓ દોડી ગયા

WatchGujarat. તંત્રના ઘરે-ઘરે નલ સે જલ પહોંચાડવાનાં દાવાઓ વચ્ચે છેવાડાનાં વિસ્તારમાં હંમેશા પાણીની મુશ્કેલી જોવા મળતી હોય છે. ત્યારે આજે અવધ રોડ પર પૂરતું પાણી ન મળતું હોવાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. અને વીર સાવરકર ટાઉનશીપમાં મહિલાઓએ બેડા અને ડોલ લઈને હોબાળો મચાવતા અધિકારીઓ દોડી ગયા હતા.

આ તકે મહિલાઓએ જણાવ્યું હતું કે, ટાઉનશીપમાં છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર પાણી મળતું નથી. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રનાં પેટનું પાણી હલતું નથી. અને સમયસર પૂરતું પાણી નહીં મળવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મુદ્દે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર દેખાવો કરવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી છે.

જો કે મહિલાઓનાં ઉગ્ર વિરોધને લઈને જવાબદાર અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને સમગ્ર વિસ્તારની મહિલાઓનાં પ્રશ્ને ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. બાદમાં મહિલાઓનો રોષ શાંત થયો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે તો ચોમાસુ પણ સારું હતું અને શહેર તેમજ જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થયા હતા. તેમ છતાં શહેરના છેવાડાનાં વિસ્તારોમાં અત્યારથી જ પાણીની મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે મનપાની વિતરણ વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud