• ઘરનું કામ કરવાથી જાડેજા અથવા તો ઝાલા સરનેમને કોઈ ચોકડી નથી લાગતી – રિવાબા જાડેજા
  • વિડીયો વાઇરલ થતા રિવાબાએ જણાવ્યું કે, માત્ર 30 સેકન્ડ વીડિયો કોઈએ કટઆઉટ કરીને વાઇરલ કર્યો છે

WatchGujarat. ભારતીય ક્રિકેટ પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ મહિલાઓને સંબોધતા કહી રહ્યા છે કે, હું રોટલી બનાવું તો રવિન્દ્રસિંહ ‘ચા’ બનાવે છે, એનો મતલબ એવો કે તેનું દરબારીપણુ જતું રહ્યું?’ રિવાબાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ જણાવે છે કે, દિકરીઓને કેમ રહેવું તે શીખવવાને બદલે દિકરાઓને કેમ રહેવું તે શીખવવાની હાલના સમયમાં જરૂર છે.

વિડીયોમાં રિવાબા સ્પષ્ટ જણાવી રહ્યા છે કે, ‘દિકરીને ભણતર અને દિકરાને સાવરણી બંને એક સરખા છે. આપણે માનસિકતા બદલવાની જરૂર છે. દિકરાઓને આપણે કહેવાની જરૂર છે કે તે પણ દિકરીની જેમ જ ઘરનું કામ કરે. ઘરનું કામ કરવાથી જાડેજા અથવા તો ઝાલા સરનેમને કોઈ ચોકડી નથી લાગતી, કે, સાવરણી ઉપાડવાથી આપણું દરબારી પણ જતું નથી રહેવાનું.’

વધુમાં તેઓ કહે છે કે, મારા પતિ રવિન્દ્રસિંહ જાડેજાને કોઈ કામ કરવાની જરૂર નથી. તેમ છતાં તેઓ ઘરનાં કામમાં મને મદદ કરાવે છે. ઘરકામમાં 50% અમે એકબીજાની મદદ કરીએ છીએ. હું જ્યારે રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે.’ આપણા સમાજમાં દાયકાઓથી જ્યારે પણ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય છે. બળાત્કાર જેવા હિન કૃત્યો દીકરી સાથે થતા હોય છે. ત્યારે ઘણા લોકો આ ઘટનાને લઇ દીકરીઓ ઉપર પ્રશ્નાર્થ ચિન્હ લગાવતા હોય છે.

દિકરીઓની રહેણીકરણી અને તેના પહેરવેશને લઈને પણ ટીકાઓ કરતા રહેતા હોય છે. ઘણા સમયથી જ આપણા સમાજમાં એક વાત પ્રસરી રહી છે કે, આપણે દિકરીઓને કેમ જીવવું તે તો શીખવવું જોઈએ. તે માટે માતા-પિતા શિખામણ આપતા હોય છે. પરંતુ ક્યારેય આપણે આપણા દીકરાઓને કેમ જીવવું તે શીખવ્યું છે ખરૂ?

જો કે રિવાબાનાં આ વીડિયોને લઈને વિવાદ સર્જાયો હતો. જેને પગલે રિવાબાએ જણાવ્યું હતું કે, માત્ર 30 સેકન્ડ વીડિયો કોઈએ કટઆઉટ કરીને વાઇરલ કર્યો છે. મેં સ્ત્રીને ઉપયોગી વાત સમજાવી છે. જેમાં બાળકે નાનપણથી સ્ત્રી સાથે કંઈ રીતે રહેવું તે સમજાવવાનાં  પ્રયાસો કર્યા હતા. કોઈ લાગણી દુભાવવાનો કે તકલીફ આપવનો ઈરાદો નથી. મારી વાત સાથે અનેક લોકો છે. કોઈ સમાજ પ્રત્યે બાય ચડાવવાની વાત નથી. આમાં તલવાર અને બંદૂકની વાત કેમ આવે છે. પુરુષે જમીને થાળી પણ ઉપાડવી જરૂરી જ હોવાનું પણ આ તકે તેમણે જણાવ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud