જાગનાથ પ્લોટમાં ભાડેનાં ફ્લેટમાં દેહવ્યાપાર ધમધમતો હતો
દિલ્લી-મુંબઇ સાથે નેપાળ અને પૂર્વોત્તર રાજ્યોમાંથી લલનાઓને બોલાવીને લોહીનો વેપાર કરાવાતો
ગ્રાહકદીઠ રૂ. 1500 વસૂલી યુવતીઓને માત્ર રૂ. 500 આપવામાં આવતા
પોલીસે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. શહેરમાં કોરોનાકાળ વચ્ચે પોષ વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અને બે લલનાઓ સહિત કુલ પાંચ શખ્સોને ઝડપી લેવાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાડાનાં ફ્લેટમાં 3 મહિનાથી કુટણખાનું ધમધમતું હોવાનું તેમજ દિલ્હી, મુંબઇ અને નેપાળથી લલનાઓ બોલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સાથે વોટ્સએપ દ્વારા વિગતો મોકલી ગ્રાહકોને બોલાવવામાં આવતા હોવાનું તેમજ રૂ. 1500 વસુલવામાં આવતા હોવાનું જાણવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ શહેરનાં પોષ વિસ્તાર ગણાતા જાગનાથ પ્લોટમાં ભાડેનાં ફ્લેટમાં દેહવ્યાપાર ધમધમતો હતો. જેમાં દિલ્લી-મુંબઇ સાથે નેપાળ અને પૂર્વોત્તર રાજ્યોમાંથી લલનાઓને બોલાવીને લોહીનો વેપાર કરાવાતો હતો. ગ્રાહકોને વોટ્સએપ મારફત ફોટો મોકલીને આકર્ષવામાં આવતા અને વોટ્સએપ મારફત જ તમામ વિગતો મોકલવામાં આવતી હતી. ગ્રાહકદીઠ રૂ. 1500 વસૂલી યુવતીઓને માત્ર રૂ. 500 આપવામાં આવતા હતા.
આ અંગે માહિતી મળતા પ્રદ્યુમનનગર પોલીસની ટીમ ત્રાટકી હતી. તેમજ વીણા એપાર્ટમેન્ટનાં પ્રથમ માળે દરોડો પાડી આ કાળો કારોબાર ચલાવતી રીટાબેનને ઝડપી પાડી હતી. તેની પૂછપરછ કરતા તેનો દીકરો ધવલ પટ્ટણી અને સંજય પટેલ નામનો શખ્સ ગ્રાહકો શોધી લાવતો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ધવલ પટ્ટણીને પણ ઝડપી લેવાયો હતો. જોકે સંજય પટેલ નાસી છુટતા તેની શોધખોળ શરૂ કરાઇ છે. આ સાથે સ્થળ પરથી મિતુલ વિરાણી નામનો ગ્રાહક અને બે લલનાઓને પણ ઝડપી પાડવામાં આવી છે. હાલમાં પોલીસે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ, આ સમગ્ર કારસ્તાન એક વકીલ દ્વારા ચલાવાઈ રહ્યું હતું. જેમાં ઇમપિરીયલ પેલેસ હોટેલ પાસે ગ્રાહકોને બોલાવ્યા બાદ ’ટ્વીલ્સ’ શોરૂમવાળી શેરીના ખૂણે વાહન પાર્ક કરીને આગળ ચાલીને આવવાનું કહેવામાં આવતું હતું. ત્યાંથી આગળ જતાં એક ’વિણા’ નામના એપાર્ટમેન્ટ નીચે ઉભા રહીને ફોન કરતા એપાર્ટમેન્ટના એક ફ્લેટની બારીમાંથી અંદર આવીને પ્રથમ માળે બોલાવવામાં આવતા હતા. જ્યાં ગ્રાહકનું નામ પૂછીને ખરાઈ કર્યા બાદ લલનાનું મુખડું બતાવીને પ્રથમ પેમેન્ટ કરવાનું કહેવાતું હતું. પેમેન્ટ કર્યા બાદ ગ્રાહકને અગાઉથી જ રૂમમાં હાજર લલના પાસે મોકલી દેવામાં આવતા હતા.