જુના રેલવે સ્ટેશન પાસેથી એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા બંનેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે, 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો
વહેલી સવારે જોવા મળેલા આ દ્રશ્યોથી સ્થાનિકોમાં શોકનો માહોલ છવાયો
WatchGujarat. શહેરનાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા જુના રેલવે સ્ટેશન પાસેથી એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોનાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા બંનેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. 108ની ટીમે યુવકને મૃત જાહેર કરતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરીને લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. #Rajkot
જાણવા મળતી વિગતો મુજબ, લાતી પ્લોટ વિસ્તારમાં એક યુવક ઝાડ પર લટકતો જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું છે. જેમાં મૃતકનું નામ સંદિપ અને તેની માતાનું નામ રામ કટોરી હોવાનું તેમજ ઉંમર 30 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે આ યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. જોકે વહેલી સવારે જોવા મળેલા આ દ્રશ્યોથી સ્થાનિકોમાં શોકનો માહોલ છવાયો છે. #Rajkot
પોલીસનાં જણાવ્યા મુજબ, પ્રથમ નજરે તો બનાવ આત્મહત્યાનો લાગી રહ્યો છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બનાવ આત્મહત્યાનો છે કે હત્યા કરી લાશને ઝાડ પર લટકાવવામાં આવી? તે જાણી શકાશે. સાથે જ પરિવારજનો તેમજ મિત્રોની પૂછપરછ બાદ પણ સાચી હકીકત સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હાલ તો મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
More #Young #boy #ended #life #behind #old #railway #station #Rajkot news