• રાજકોટ મેડિકલ રિપ્રેઝેન્ટિવ તરીકે કામ કરતા બીમોન અટલ દોશી નામનો યુવાનનો ઓક્ટોબર માસમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો
  • કોરોનાને હરાવ્યા બાદ યુવકને મ્યુકોરમાઇકોસિસ થતા 3 લેપ્રોસ્કોપી, 1 ફોરહેડ અને 1 બ્રેઇન સર્જરી સહિત છેલ્લા 6 મહિનામાં 6 સર્જરી કરવામાં આવી
  • બીમારી આવતા તેમની નોકરી પણ જતી રહી હતી. જેને પગલે અમે સંપત્તિ વેંચીને રૂપિયા 41.75 લાખનો ખર્ચ કરી ચુક્યા છીએ – બીમોન દોશી

WatchGujarat. શહેરમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર વધી રહ્યો છે. જેની સારવાર અતિ લાંબી અને ખર્ચાળ હોવાથી સાધારણ પરિવારનાં લોકો તો હિંમત હારી જતા હોય છે. પરંતુ રાજકોટનો એક યુવાને રૂ. 41.75 લાખનાં ખર્ચે 6-6 વખત સર્જરી કરાવ્યા બાદ પણ 7મી વખત સર્જરીની જરૂર પડતા તેના માટે તૈયાર થઈ ગયો છે. એટલું જ નહીં તેની પત્નીએ પણ પતિ જલ્દીથી સ્વસ્થ થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને સાતમી સર્જરી માટે જરૂરી 12 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટેનાં પ્રયાસ શરૂ કરી દીધા છે.

રાજકોટમાં રહેતા અને મેડિકલ રિપ્રેઝેન્ટિવ તરીકે કામ કરતા બીમોન અટલ દોશી નામનો યુવાનનો ઓક્ટોબર માસમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારથી તેના જીવનમાં અનેક પડકારો ઊભા થયા છે. કોરોનાને હરાવ્યા બાદ તેને મ્યુકોરમાઇકોસિસની બીમારી લાગુ પડી હતી. આ પછી 3 લેપ્રોસ્કોપી, 1 ફોરહેડ અને 1 બ્રેઇન સર્જરી સહિત છેલ્લા 6 મહિનામાં 6 સર્જરી કરવામાં આવી હતી. એટલું ઓછું હોય તેંમ સાતમી વખત પણ તેને સર્જરીની જરૂરિયાત ઉભી થઇ છે. આમ છતાં જરા પણ હિંમત હાર્યા વિના તેઓ સર્જરી માટે તૈયાર છે. તેમજ ખભેખભો મિલાવીને તેમની પત્ની પણ સાથ આપી રહી છે.

રાજકોટનાં બીમોન દોશી નામના આ યુવકની પત્ની ચાંદનીબેને જણાવ્યું હતું કે, બીમારી આવતા તેમની નોકરી પણ જતી રહી હતી. જેને પગલે અમે સંપત્તિ વેંચીને રૂપિયા 41.75 લાખનો ખર્ચ કરી ચુક્યા છીએ. આ દરમિયાન ઇન્ફેક્શનના લીધે કિડનીમાં અસર થતાં હવે ડોક્ટરોએ દવા દ્વારા સારવાર ચાલુ કરી છે. જેમાં 96 હજારની 96 ગોળીનો કોર્સ કરવાનો છે. આ તમામ સારવારમાં સ્વસ્થ થયા બાદ વિમલભાઈના મગજના તળિયે રહેલું મ્યુકોરમાઇકોસિસના ચેપવાળું પોલું થઈ ગયેલું હાડકું ન્યુરોસર્જરીથી દૂર કરવામાં આવશે. અને તેના સ્થાને બીજી સર્જરીની મદદથી મગજના આધાર માટે તે હાડકાની જગ્યાએ એક ટીટાનીયમનો સળિયો ઈંપ્લાન્ટ કરાશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud