• ₹13.36 કરોડનો વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટ ટેક્નિશયનના અભાવે બંધ થયો હતો
  • કરજણ જળાશય યોજનામાં વન ટાઈમ સેટલમેન્ટમાં ₹53 લાખ બાકી પડતી રકમના ₹25 લાખ ભરી ₹28 લાખનો નગરજનોને અને પાલિકાને ફાયદો કરાવ્યો

WatchGujarat રાજપીપળા નગર પાલિકામાં BJP ને બીજી વખત પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો છે. હાલ તો પાલિકામાં ચુંટાયેલા તમામ સભ્યો યુવાન અને અનુભવ વિનાના છે, પણ રાજ્યની પાલિકામાં સૌથી યુવાન પ્રમુખ તરીકે વરણી થયા બાદ કુલદીપ સિંહ ગોહિલે રાજપીપળા શહેરની જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છેલ્લા 8 વર્ષથી બંધ પડી રહેલા આરઓ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાવ્યો છે, પ્લાન્ટ શરૂ કરાવવાની સાથે શહેરની જનતાને અને નગર પાલિકાને ₹28 લાખનો ફાયદો પણ કરાવ્યો છે.

રાજપીપળાની જનતાને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે એ માટે વર્ષ 2013 માં ₹ 13.36 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના માંથી આરઓ વોટર ફિલ્ટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો હતો. ટેક્નિશિયનના અભાવે એ પ્લાન્ટ થોડાક સમય પછી બંધ થઈ ગયો હતો. સાથે સાથે કરજણ જળાશય યોજનાના ₹ 53 લાખ રૂપિયા પણ પાલિકાએ આપવાના બાકી પડતા હતા.

રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલે વોટર ફિલ્ટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ચાલુ કરવા માટે કરજણ જળાશય યોજનામાં વન ટાઈમ સેટલમેન્ટમાં 53 લાખ બાકી પડતી રકમના 25 લાખ ભરી 28 લાખનો નગરજનોને અને પાલિકાને ફાયદો કરાવ્યો છે. આ ફિલ્ટર પ્લાન્ટને ચાલુ કરવા ટૂંક સમયમાં જ એની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજપીપળા નગરની જનતાને ચોખ્ખુ પાણી મળી રહે તે માટેનું તમામ પ્રકારનું આયોજન પણ કરાશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud