Watchgujarat. બાળકોનું ટિફિન હોય કે સાંજનો નાસ્તો, આ બંનેને લઈને ખૂબ જ મથામણ કરવી પડે છે. તો આજે આપણે બનાવીશું આવી જ એક વાનગી, જે બંનેને આવશે પસંદ. આ મોસમમાં તળેલ વસ્તુ ખાવાનું વધુ મન થાય છે. જો તમે ખાવાના શોખીન હોવ તો તમને આ સ્વાદિષ્ટ બટાટા લોલીપોપ્સ જરૂર પસંદ પડશે. એટલું જ નહીં, જો બાળકો ટિફિનમાં જો આ આપવામાં આવશે તો, ટિફીન 100 ટકા ખાલી જ પાછા આવશે. તો આજે અમે બાળકોની ફેવરેટ ડીસ બટાટા લોલીપોપ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. આ ઘણી ઝડપી બનવા વાળી વાનગી છે. જે ખાલી 5 મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે.
'બટાટા લોલીપોપ્સ' બનાવવા જરૂરી સામગ્રી:
બટાટા - 300 ગ્રામ,
ડુંગળી - 1 (ઝીણી સમારેલ),
લીલી કોથમીર - 1 ચમચી (સમારેલ),
બ્રેડ ક્રમ્બ્સ - 1 કપ (1 ચમચી કોટિંગ માટે અલગ રાખો)
લાલ મરચું પાવડર - 1 ચમચી,
પૈપરિકા - 1 ચમચી,
કોથમીર પાવડર - 1 ચમચી,
આદુ-લસણની પેસ્ટ - 2 ચમચી,
મીઠું - સ્વાદ મુજબ
લીંબુનો રસ - 1 ચમચી
ઇંડા - 1 (ફેટ કાઢેલા)
તેલ - તળવા માટે
'બટાટા લોલીપોપ્સ' બનાવવાની રીત:
- સૌ પ્રથમ તમામ ઘટકોને એક બાઉલમાં ભેળવીને મિક્ષ કરી લો.
- હવે આ મિશ્રણમાંથી ઇચ્છિત કદના બોલ બનાવી લો.
- એક વાટકીમાં બ્રેડ ક્રમ્બ્સ અને પૈપરિકા મિક્સ કરીને બાજુ પર રાખો.
- તૈયાર કરેલા બટાકાના દડાને ટૂથપીકમાં નાખો અને તેને ઇંડાના ઘોલમાં ડુબાડીને અને બ્રેડ ક્રમ્બ્સ થી કવર કરી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો અને બટાકાની લોલીપોપ્સને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
- હવે તેને સર્વિંગ પ્લેટમાં બહાર કાઢો અને ટામેટાની ચટણી સાથે સર્વ કરો.
મિત્રો, આપ સૌને અમારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે મુલાકાત લો અમારી આ વેબસાઈટની અને વાંચતા રહો...