કોરોનકાળ દરમિયાન રાજ્યમાં કુલ 633 કંપનીઓને 4,775 પ્રોડક્ટસ બનાવવાના લાઇસન્સ અપાયા હતા
છેલ્લા એક વર્ષમાં શરુ થયેલી કંપનીઓમાંથી 93%એ સૅનેટાઇઝરનું ઉત્પાદન બંધ કરી દીધું
હવે સેનિટાઇઝર રાખવાનું ચલણ ઘટી જતા માંગ અને સપ્લાયમાં ઘટાડો
WatchGujarat. કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે છે તેની સાથે જ લોકોમાં કોરોનાનો ડર ઓછો થઇ ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં સૅનેટાઇઝરની માંગ અને સપ્લાયમાં ભારે ઘટાડો થયો છે. રાજ્યમાં સેનિટાઇઝરના ઝડપથી ઘટતા ઉપયોગથી તો આ જ સંકેત મળે છે.
આ બાબતે વધુ જણાવતા બીજી લહેરની શરુઆત થઇ તેની સાથે રાજ્યમાં રોજ 90 હજાર લિટર સેનિટાઇઝર બનતું હતું. જે હવે ઘટીને 7થી 10 હજાર લિટર થઇ ચૂક્યું છે. સેનિટાઇઝરની માંગ અગાઉ 2800% સુધી વધી ગઇ હતી. જે હવે માત્ર 20% થઇ ગઇ છે. કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં કુલ 633 કંપનીઓને 4,775 પ્રોડક્ટ બનાવવાના લાઇસન્સ અપાયા હતા. કોરોના પૂર્વે માત્ર 228 કંપની જ સેનિટાઇઝર બનાવતી હતી. જેમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરે કુલ 320થી વધુ નવા પ્લાન્ટ સ્થાપવા મંજૂરી આપી હતી. જેમાં સેનિટાઇઝર બનાવતી કંપનીઓ 226 કોસ્મેટિક સેગ્મેન્ટ, 86 આયુર્વેદ હતી. છેલ્લા એક વર્ષમાં શરૂ થયેલી કંપનીઓમાંથી 93%એ સેનિટાઇઝરનું ઉત્પાદન બંધ કરી દીધું છે. સેનિટાઇઝરની માગ 80 ટકા સુધી ઘટી જતા ઉત્પાદન પણ 93 ટકા ઘટ્યું છે. ઉત્પાદન ક્ષમતા વધારે હોવા છતાં પણ માગ ઓછી હોવાથી ઉત્પાદન ઘટ્યું છે.
વધુમાં જણાવતા ભારતમાં માર્ચ 2020માં 152 નવા હેન્ડ સેનિટાઇઝર બનાવનારા માર્કેટમાં આવ્યા. જેમાંથી ઑનલાઇન હેન્ડ સેનિટાઇઝર ઓર્ડરમાં 103%નો વધારો થયો. તેમજ શોપર્સ સ્ટૉપમાં માર્ચ 2020માં હેન્ડ સેનિટાઇઝરની માગ 340% વધી ગઈ. સાથો સાથ હેન્ડસેનિટાઇઝરની કુલ માગમાં 1425% અને ફેસમાસ્કમાં 408%નો વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં સૅનેટાઇઝરની માંગ વધતા સરકારે નિયમોમાં છૂટ આપી હતી જેથી સુગર મિલો પણ સેનિટાઇઝર બનાવવા લાગી હતી. જે કરિયાણાની દુકાનોમાં પણ વેચાયું. હવે માગ ઘટતાં બચેલો સ્ટોક ખરાબ થવા લાગ્યો છે.અગાઉ દરેક વ્યક્તિ પોતાની પાસે અચૂક સેનિટાઇઝર રાખતી હતી. હવે કોરોનની વેક્સિનના 2 ડોઝ મુકાવ્યા બાદ લોકોમાંથી કોરોનાનો ડર નીકળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા વ્યક્તિદીઠ 100 એમએલ સેનિટાઇઝર રાખવામાં આવતું. જેમાં વ્યક્તિ પોતાના હાથમાં જ્યાં જાય ત્યાં સૅનેટાઇઝર સાથે લઈને ફરતા હતા હવે પરિવારદીઠ 100 એમએલ સેનિટાઇઝર રાખવામાં આવે છે.
Gujarat Hand Sanitizer less in demand and supply
- કોરોનકાળ દરમિયાન રાજ્યમાં કુલ 633 કંપનીઓને 4,775 પ્રોડક્ટસ બનાવવાના લાઇસન્સ અપાયા હતા
- છેલ્લા એક વર્ષમાં શરુ થયેલી કંપનીઓમાંથી 93%એ સૅનેટાઇઝરનું ઉત્પાદન બંધ કરી દીધું
- હવે સેનિટાઇઝર રાખવાનું ચલણ ઘટી જતા માંગ અને સપ્લાયમાં ઘટાડો