• નર્મદા ડેમની પાછળ ગરુડેશ્વર, કેવડિયા પોલીસ અને SRP ગ્રુપ-18 ની ટીમના પેટ્રોલિંગમાં બોટમાંથી વિદેશી દારૂનો જથ્થો ળી આવ્યો
  • મહારાષ્ટ્ર તરફથી આવતો બોટ ચાલક બોટ મૂકી ફરાર, પોલીસે વિદેશી દારૂ તથા નાવડી મળી ₹ 3.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

WatchGujarat. સરદાર સરોવર નર્મદા ડેમ થકી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીનો ગરુડેશ્વર-કેવડિયા પોલીસ અને SRP ગ્રુપ-18 ની ટીમ દ્વારા પર્દાફાશ કરાયો છે. પેટ્રોલિંગ દરમિયાન નર્મદા ડેમના તળાવ માર્ગે મહારાષ્ટ્ર માંથી લવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમનો વાઈટલ ઈન્સ્ટોલેશન એ કેટરગરીમાં સમાવેશ થાય છે. એસ.આર.પી ગ્રુપ-18 ના ઈન્ચાર્જ કમાન્ડન્ટ ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીને આધારે કેવડિયા PI ડી.બી.શુકલા, ગરૂડેશ્વર PSI એમ.આઈ.શેખ સહિત પોલીસ ટીમ સરદાર સરોવર ડેમની સરકારી બોટમાં બેસી માકડખાડા નજીક પેટ્રોલિંગમાં હતી.

નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા બોટનો ચાલક કિનારે દારૂની હેરફેર કરતો હતો. તેના ઉપર રેઈડ કરતા અજાણ્યો બોટ ચાલક બોટ મુકી જંગલ ઝાડી તરફ નાસી ગયો હતો. પોલીસ ટીમને બોટમાંથી વિવિધ બ્રાન્ડનો 2,06,300 રૂપિયાનો વિદેશી દારુ મળી આવ્યો હતો. વિદેશી દારૂ અને ₹1.50 લાખની બોટ મળી કુલ ₹ 3,56,300 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બોટ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

થોડા સમય પેહલા પણ સરદાર સરોવરમાં SRP ના બોટ મારફતે પેટ્રોલિંગમાં જલમાર્ગે મહારાષ્ટ્રથી નાવડીમાં દારૂની ખેપ પકડાઈ હતી. જેમાં પણ પોલીસ અને SRP જવાનોને જોઈ ખેપીયો કિનારે બોટ મૂકી કરાર થઈ ગયો હતો. જેમાં દોઢ લાખનો દારૂ સહિત બોટ કબ્જે લેવાઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud