• કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું
  • અગાઉથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાય ગયો હતો અને વિરોધ થતા પોલીસે પરેશ ધાનાણી સહિત 10 કાર્યકરોની અટકાયત કરી
  • કાર્યક્રમમાં કાર્યકરોએ શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર

WatchGujarat. એકતરફ ભાજપ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજીતરફ કોંગ્રેસે સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ‘શિક્ષણ બચાવો’ અંતર્ગત ‘શિક્ષણનો વેપાર બંધ કરો’ સહિતનાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ દરમિયાન NSUI તેમજ મહિલા કોંગ્રેસનાં કાર્યકરો પણ ખાસ હાજર રહ્યા હતા. જો કે પોલીસે વિરોધ કરતા 10 જેટલા આગેવાનોની અટકાયત કરી છે.

કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા. સાથોસાથ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને NSUIના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. અને શિક્ષણ બચાવોના સુત્રોચ્ચાર કર્યા હતા. જોકે, અગાઉથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાય ગયો હતો અને વિરોધ થતા પોલીસે પરેશ ધાનાણી સહિત 10 કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને ધાનાણી વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ તકે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસકોને ખોટી અને લોકવિરોધી નીતિઓને કારણે મંદી, મોંઘવારી અને મહામારીમાં ધકેલાયેલા ગયેલા નાગરિકોની સસ્તુ અનાજ આપવાના નામે મશ્કરી થઈ રહી છે. ભાજપ સરકાર ગરીબી દૂર કરી શકી નથી અને હવે ગરીબો જ દૂર થાય એવો કારસો ઘડી રહી છે. તો સાથે જ શિક્ષણનો પણ ભાજપે વેપાર કરી નાખ્યો હોય સામાન્ય માણસ માટે સંતાનોને સારી શાળામાં ભણાવવા મુશ્કેલ બન્યા છે. ત્યારે આ વેપાર તાત્કાલિક બંધ થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધરણાના કાર્યક્રમમાં પરેશ ધાનાણી, મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં કાર્યકરોએ શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. જોકે આ અંગે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું હતું કે કોંગ્રેસ બુદ્ધિનું પ્રદર્શન કરે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud