તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 15-20 વર્ષ જુના વાહનો માટેની સ્ક્રેપ પોલિસી આગામી 1 ઓક્ટોબરથી અમલમાં મુકાશે
આ સ્ક્રેપ પોલિસીની અસરરૂપે ગુજરાત પોલીસમાં જુના થઈ ચૂકેલા વાહનો કંડમ કરી દેવામાં આવશે
ગુજરાત પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો માટે 800 નવી કાર ફાળવવા માટે ડીજીપી કચેરીએ ગૃહવિભાગમાં દરખાસ્ત કરી
અમદાવાદ સહિતના મહાનગરમાં પોલીસના વાહનો પાંચ વર્ષમાં જ મહત્તમ કિલોમીટર ફરી જાય છે
WatchGujarat. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 15-20 વર્ષ જુના વાહનો માટેની સ્ક્રોપ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જે આગામી 1 ઓક્ટોબરથી અમલમાં આવનાર છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટે તે છે. આ ટેસ્ટમાં ફેઈલ થનાર વાહનો સ્ક્રેપમાં જતાં રહેશે. જે અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા જુના થઈ ચૂકેલા વાહનોને પણ કંડમ કરી દેવામાં આવશે. આગામી 1 ઓક્ટોબરથી અમલમાં આવનારી આ પોલિસી અંતર્ગત 15થી 20 વર્ષ જુના વાહનના ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં ફેઈલ થનાર વાહનો સ્ક્રેપમાં જતાં રહેશે. જોકે જે તે વાહનની કેટેગરી અનુસાર સમયમર્યાદા નક્કી કરેલી હોય છે. આ પ્રમાણે જ આ ટેસ્ટ કરવામાં આવશે.
પ્રાથમિક અંદાજ મુજબ નવી ફિટનેસ પોલિસીના અમલના આરંભે જ દેશમાં એક કરોડ જેટલા વાહનો સ્ક્રેપમાં જતાં રહેશે. આ માટે ગુજરાત પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો માટે 800 નવી કાર ફાળવવા માટે ડીજીપી કચેરીએ ગૃહવિભાગમાં દરખાસ્ત કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સ્ક્રેપ પોલિસી પહેલાં જ ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં પેટ્રોલિંગ કે પી.આઈ.ના ઉપયોગ માટેની કારની જરૂરિયાતની દરખાસ્તો મગાવવામાં આવી હતી. જે મુજબ ગુજરાત પોલીસ માટે 800 નવી કાર ખરીદવી જરૂરી હોવાની દરખાસ્ત ગૃહ વિભાગને કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે પણ નવી 200 કારની માગણી કરી છે. તાજેતરમાં જ શી ટીમ માટે ફાળવાયેલી 140 કારનો ઉપયોગ પોલીસ સ્ટેશનના તમામ કામ માટે કરાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં પોલીસના વાહનો 15-20 વર્ષને બદલે પાંચ વર્ષમાં જ તેની મહત્તમ મર્યાદા જેટલા કિલોમીટર ફરી જાય છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં પોલીસને ફાળવવામાં આવતાં વાહનો તેની 15 કે 20 વર્ષની મહત્તમ મર્યાદા કરતાં વહેલાં જ કંડમ જેવા થઈ જાય છે. જે બાદ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ઈન્સ્પેક્શન પછી વાહન કંડમ હોવાનો રિપોર્ટ આપે તે પછી જ પોલીસ તંત્રમાં નવું વાહન ફાળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ શહેર પોલીસે તાજેતરમાં જ 50 ટુ વ્હીલર અને 50 કાર મળી કુલ 100 જેટલા કંડમ વાહનોની તાજેતરમાં જ હરાજી કરી હતી. શહેરના પોલીસ સ્ટેશનોમાં પેટ્રોલિંગ માટે તેમજ પી.આઈ.ને ફાળવવામાં આવેલી કારમાંથી ઘણી ખરી કંડમ જેવી સ્થિતિમાં છે. જોકે કોરોના કાળમાં પોલીસને વધારાના ખર્ચમાં અંકુશ મુકવા માટે તાકીદ કરવામાં આવી છે. પરંતુ, પેટ્રોલિંગ માટે જરૂરી એવા વાહનોની ફાળવણી માટેની દરખાસ્ત પોલીસ અંગે થોડા દિવસોમાં જ નિર્ણય લેવાશે.
- તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 15-20 વર્ષ જુના વાહનો માટેની સ્ક્રેપ પોલિસી આગામી 1 ઓક્ટોબરથી અમલમાં મુકાશે
- આ સ્ક્રેપ પોલિસીની અસરરૂપે ગુજરાત પોલીસમાં જુના થઈ ચૂકેલા વાહનો કંડમ કરી દેવામાં આવશે
- ગુજરાત પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો માટે 800 નવી કાર ફાળવવા માટે ડીજીપી કચેરીએ ગૃહવિભાગમાં દરખાસ્ત કરી
- અમદાવાદ સહિતના મહાનગરમાં પોલીસના વાહનો પાંચ વર્ષમાં જ મહત્તમ કિલોમીટર ફરી જાય છે