• ગ્લોબલ વોર્મિગને નાથવા  અને પર્યાવરણની જાળવણી માટે સાયકલ ખુબ જ મહત્વનું યોગદાન સાબિત થઇ શકે
  • ભૂતપૂર્વ બેન્કર અને બાઈસીકલ મેયર સુનિલ જૈન દ્વારા અત્યાર સુધીમાં 1000 જેટલી વેસ્ટ સાઈકલ એકત્ર કરવામાં આવી
  • 17 ફૂટની ઊંચાઈ અને 3.5 ટનનું વજન ધરાવતું આ સકલ્પચર બનાવવામાં 3 મહિનાથી વધુ સમય લાગ્યો – સુનિલ શ્રીધર, આર્કિટેક્ટ

Watchgujarat. પર્યાવરણ અને હેલ્થ માટે સાયકલ ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિગને નાથવા માટે સાઈકલ એક મહત્વનું યોગદાન સાબિત થઈ શકે તેમ છે. અને આજે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે સુરતમાં 200 વેસ્ટ સાઈકલમાંથી એક મોટું સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે.  17 ફૂટની ઊંચાઈ અને 3.5 ટનનું વજન ધરાવતું આ સ્કલ્પચર બનાવવામાં 3 મહિનાથી વધુ સમય લાગ્યો છે

ગ્લોબલ વોર્મિગને નાથવા  અને પર્યાવરણની જાળવણી માટે સાયકલ ખુબ જ મહત્વનું યોગદાન સાબિત થઇ શકે છે. સુરતમાં મનપા દ્વારા તેને લઈને સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પણ અમલમાં મુકાયો છે. પરંતુ હજુ પણ કેટલાક લોકોમાં સાયકલ ચલાવવાના ફાયદા અને તેનાથી મળતા લાભથી વંચિત છે. આજે જયારે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે સુરતમાં 200 વેસ્ટ સાઈકલમાંથી એક મોટું સકલ્પચર બનાવવામાં આવ્યું છે. ભૂતપૂર્વ બેન્કર અને બાઈસીકલ મેયર સુનિલ જૈન દ્વારા અત્યાર સુધીમાં 1000 જેટલી વેસ્ટ સાઈકલ એકત્ર કરવામાં આવી છે. આ સાઈકલ રીપેર કરીને જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. જો કે તેમાંથી 200 સાઈકલ કે જે રીપેર થઈ શકે તેવી ન હતી તેનો ઉપયોગ કરીને આ સકલ્પચર બનાવવામાં આવ્યું છે. શહેરના જ આર્કિટેક્ટ દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું છે.

અર્ધગોળાકાર પૃથ્વી પર મુવમેન્ટ થતી સાઈકલ જેવું દેખાશે

આર્કિટેક્ટ સુનિલ શ્રીધરે કહ્યું કે, 17 ફૂટની ઊંચાઈ અને 3.5 ટનનું વજન ધરાવતું આ સકલ્પચર બનાવવામાં 3 મહિનાથી વધુ સમય લાગ્યો છે. જો કે 4 થી 7 કારીગરો એ તેને તૈયાર કર્યું છે જો કે તેનું કલરકામ હજી બાકી છે. પરંતુ તૈયાર થયા બાદ તે અર્ધગોળાકાર પૃથ્વી પર મુવમેન્ટ થતી સાઈકલ જેવું દેખાશે. સાઈકલની મુવમેન્ટ થઈ શકે એ માટે કાઈનેટીક એનર્જી થી વ્હીલ ફરી શકે તેવી રીતે પતરાને ટીપીને 72 સ્કોપ બનાવ્યા છે. સાથે જ કલ્ચરને સ્ટેબિલિટી મળી રહે તે માટે નીચે બે ફૂટના આઈબીમ ગડર મુકવામાં આવ્યા છે જેનાથી તેમને ખસેડવામાં પણ સરળતા રહેશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud