• સાંસદની સુરક્ષા માટે 3 જવાનોની ફાળવણી
  • નર્મદા-ભરૂચ SP ને ધમકી ભર્યા ફોનના નંબરો આપ્યા આપ્યા હતા
  • સાંસદ ના 2 ડિસેમ્બરે લવ ઝેહાદના નિવેદન બાદ ફોન પર ધમકી મળતા બન્ને જિલ્લાના SP ને જાણ કરી હતી
  • ગૃહમંત્રી ને પણ સાંસદ રજુઆત કરી હતી

WatchGujarat ગુજરાતમાં પણ UP ની જેમ રાજ્ય સરકાર લવ જેહાદનો કાયદો લાવે તેવી ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નિવેદનો સાથે કરેલી માંગ માં તેમના પર UK, UP અને ગુજરાતથી ધમકી ભર્યા કોલ આવ્યા હતા. સાંસદે ધમકી ભર્યા ફોન નંબર ભરૂચ-નર્મદા SP ને આપી ગૃહમંત્રીને રજુઆત કરવા તજવીજ હાથ ધરી હતી. જેમાં સાંસદ ને પોલીસ દ્વારા 3 જવાનોની સુરક્ષા આપવામાં આવી છે.

સાંસદ મનસુખ વસાવાએ લવ ઝેહાદ મુદ્દે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. જેથી કોઈ હિંદુ યુવતી લવ જેહાદ જેવા ષડ્યંત્રનો ભોગ ન બની શકે. વિદેશી તાકાતોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા દેશની હિંદુ યુવતિઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે. મારી પાસે એવા પણ દાખલા છે કે, કોઈ હિંદુ યુવતી નાની-મોટી નોકરી કરતી હોય તો એની મજબૂરીનો ફાયદો ઉઠાવી એને પોતાના સકંજામાં લેતા હોય છે. 2-3 પત્ની ધરાવતા કેટલાક મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ફસાવી મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કરાવે છે.

હું કોઈ ધર્મનો વિરોધી નથી પણ આવી બાબતોનો વિરોધી છું. હિંદુ છોકરીને કેવી રીતે સકંજામાં લેવી એ માટે લવ જેહાદની તાલીમ અપાય છે, તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો જ આમ કરતા હોય છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લવ જેહાદનો આ મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો હતો. બીજી તરફ ભાજપના જ લઘુમતી મોરચાના કાર્યકરોમાં MP ના આ નિવેદનથી રોષ ફેલાયો હતો.

જે બાદ સાંસદ મનસુખ વસાવાને લવ જેહાદના મુદ્દે વિદેશમાંથી અને ગુજરાતમાંથી અમુક સંગઠનો દ્વારા ધમકીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે. MP ને લંડન, ઉત્તરપ્રદેશ અને ગુજરાત થી ધમકી ભર્યા ફોન આવ્યા હતા. આ ફોન નંબર સાંસદે ભરૂચ અને નર્મદા જિલ્લા પોલીસ વડા ને આપ્યા હતા. સાથે જ ગુહમંત્રીને પણ આ અંગે રજુઆત તેઓ કરનાર હતા. સાંસદના લવ ઝેહાદના નિવેદનો બાદ ધમકીઓ મળતા ગૃહ વિભાગ તરફથી પોલીસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. મનસુખ વસાવાની સુરક્ષા માટે 3 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લવ જેહાદ મુદ્દે વિવાદ ઉભો થતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મેં મુસ્લિમ સમાજના વિરોધની વાત નથી કરી, પરંતુ હિંદુ-મુસ્લિમ વચ્ચે અંતર દૂર થાય એ માટે મેં મુદ્દો ઉઠાવ્યો હતો. મેં માત્ર હિંદૂ સમાજની લાગણી રજૂ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud