સૌથી વધુ આમોદમાં 10.73 ટકા, સૌથી ઓછું ભરૂચ 6.09 ટકા
ભરૂચ જિલ્લાની 4 અને નર્મદા જિલ્લાની રાજપીપળા પાલિકામાં સવારે 2 કલાકમાં ધીમું મતદાન નોંધાયું છે.
જ્ય સહકાર મંત્રી, ભરૂચ અને વાગરાના ધારાસભ્ય તેમજ BJP જિલ્લા પ્રમુખનું મતદાન
અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલે કુદાદરા, ભરૂચ MLA દુષ્યંત પટેલે વોર્ડ નંબર 7, વાગરા MLA એ અમલેશ્વર ગામેથી કર્યું મતદાન
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 1 પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે રવિવારે સવારથી મતદાન શરૂ થયું હતું. આમ મતદારો ની જેમ જ અંકલેશ્વરના MLA અને સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ હાંસોટ તાલુકા ના કુડાદરા ગામે મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પોહચ્યા હતા.
ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના વોર્ડ નંબર 5 માંથી ઉમેદવાર અમિત ચાવડા સાથે શાંતિનિકેતન સ્કૂલ, પટેલ સોસાયટી ખાતેથી મતદાન કર્યું હતું. વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા એ અમલેશ્વર ગામેથી જ્યારે BJP જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોડરિયા એ કે.જે.પોલિટેક્નિક મતદાન સ્થળેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભરૂચ જિલ્લાની આમોદ પાલિકામાં 10.73 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન સવારે 2 કલાકમાં ભરૂચ પાલિકાના 11 વોર્ડ માટે 6.09 ટકા માત્ર રહ્યું છે. જંબુસર પાલિકાના 7 વોર્ડ માટે સરેરાશ કુલ મતદાન 8.09 ટકા, અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડ માટે 5.80 ટકા મતદાન નોંધાયું છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મતદારોમાં સવારથી જ સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જ્યારે રાજપીપળા પાલિકામાં મતદાન ની ટકાવારી 8.64 % રહી છે. જંબુસર પાલિકામાં EVM મશીન એક સ્થળે ખોટકાતા 1 બેલેટ યુનિટ અને 1 કન્ટ્રોલ યુનિટ જ્યારે આમોદમાં 1 બેલેટ યુનિટ બદલવામાં આવ્યા હતા.