વડોદરા સહિતના રાજ્યના અનેક શહેરોને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલોપ કરવામાં આવી રહ્યા છે
વડોદરામાં શાસકો દ્વારા નક્કર કામગીરીની જગ્યાએ માત્ર નકલી વિકાસનો દેખાડો કરવામાં આવતો હોવાની ઘટના વધુ એક વખત પ્રકાશમાં આવી
[caption id="attachment_1223323" align="aligncenter" width="1280"] Smart City Vadodara Vikas on road in First Rain[/caption]
Watchgujarat. રાજ્યમાં વડોદરાની સાથે અન્ય શહેરોનો સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલોપ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ શાસકો દ્વારા શહેરને સ્માર્ટ સીટીનો નકલી વિકાસ કરવામાં આવી રહ્યો હોય તેવો કિસ્સો શહેરમાં વરસેલા પ્રથમ વરસાદમાં જ બહાર આવ્યું હતું. પહેલા વરસાદમાં સાઇન બોર્ડથી લઇને અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની સાથે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની સાથે પાણી ભરાઇ જવા સુધીની સમસ્યાઓ ઉદ્ભવી હતી.
વડોદરા સહિતના રાજ્યના અનેક શહેરોને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલોપ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વડોદરામાં શાસકો દ્વારા નક્કર કામગીરીની જગ્યાએ માત્ર નકલી વિકાસનો દેખાડો કરવામાં આવતો હોવાની ઘટનાઓ અનેક વખત અગાઉ પણ પ્રકાશમાં આવી ચુકી છે. શહેરમાં ગુરૂવારે વરસેલા વરસાદમાં નકલી વિકાસના દાવાઓને જમીન દોસ્ત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા.
https://youtu.be/G5HEi-7x_V4
પહેલા વરસાદમાં શહેરના ફતેગંજ બ્રિજ પરથી એરપોર્ટ તરફ જવાના રસ્તે આવેલું સાઇન બોર્ડ રસ્તા પર જ ધરાશાયી થયું હતું. રસ્તા પર વાહન વ્યવહાર ચાલુ હતો દરમિયાન સાઇન બોર્ડ પડવાને કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ચાલુ વરસાદે ધરાશાયી થયેલા સાઇન બોર્ડના કારણે અનેક લોકોના જીવ એક તબક્કે તાળવે ચોંટ્યા હતા. એલ એન્ડ ટી સર્કલ નીચે પડેતા સાઇન બોર્ડમાં ગાડી ચગદાઇ હતી. સદભાગ્યે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી.
તેની સાથે શહેરના એલ.એન્ડ.ટી સર્કલ પાસે આવેલી પાલિકાના ડમ્પીંગ યાર્ડની દિવાલ સહિત અનેક વિસ્તારોમાં ઝાડ પડવા તથા પાણી ભરાવવા સહિતની મુશ્કેલીઓ જોવા મળી હતી. સ્માર્ટ સીટીના નામે શહેરીજનો પાસેથી વેરા વસુલતા શાસકો દ્વારા કેવો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેની પોલ પહેલા વરસાદે જ ખુલ્લી પાડી દીધી હતી.
Smart City Vadodara Vikas On Road In First Rain Poor Administration Of VMC