• સુરતમાં ભૂતકાળમાં બાઇક પર સ્ટંટ કરતા યુવાનો, કોલેજ ગર્લના વીડિયો વાયરલ થયા હતા
  • નિકિતા પટેલે એરગન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો
  • નિકિતા પટેલ સોશિયલ મીડિયામાં 51.3k  ફોલોઅર્સ ધરાવે

WatchGujarat. સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો કઈ પણ હદે જવા તૈયાર થયા છે અને તે માટે હવે જાહેરનામાના ભંગ પણ ખુલ્લેઆમ થઈ રહ્યા છે. સુરતમાં એર ગન સાથે એક કિન્નરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા ફરી એક વખત વિવાદ સર્જાયો છે.

સુરતમાં ભૂતકાળમાં બાઇક પર સ્ટંટ કરતા યુવાનો, કોલેજ ગર્લના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયો વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી પણ કરી હતી. પરંતુ હવે લોકો સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જાહેરનામાના ભંગ કરતા પણ જોવા મળી રહ્યા છે. અને આવો જ એક વધુ વીડિયો સામે આવ્યો છે.  સુરતના નાણાંવટમાં રહેતી કિન્નર નિકિતા પટેલનો એક વીડિયો વાયરલ થયો છે.

એરગન સાથે બનાવ્યો વીડિયો

કિન્નર નિકિતા પટેલે એરગન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કિન્નર નિકિતા હાથમાં એરગન લઈને ફરતી દેખાય છે. અને આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે એરગન લઈને ફરવું પણ જાહેરનામા ભંગ થવાનો ગુનો બને છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અગાઉ પણ આવી ચૂકી છે વિવાદમાં

કિન્નર નિકિતા પટેલ સોશિયલ મીડિયામાં 51.3k  ફોલોઅર્સ ધરાવે છે. તેણે બનાવેલો આ વીડિયો હાલ વિવાદ જગાવી ચુક્યો છે. જો કે આ પહેલીવાર બન્યું નથી. આ અગાઉ તેણે એસ.એમ.સી.ની ગાડી સાથે પણ વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો વાયરલ થતા પણ વિવાદ સર્જાયો હતો. ત્યારે પોલીસ હવે આ મામલે કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud