• સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની વેબસાઈટ પર ત્રણેય પ્રહની આરતી લાઈવ કરવામાં આવે છે
  • કોરોના મહામારીમાં ભાવિકો મહાદેવના દર્શન કરી શકે તે માટે સુવિધા કરવામાં આવી
  • કોરોના મહામારીમાં દર મહિને 47 દેશમાં 6.50 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન કર્યા

WatchGujarat. કોરોના મહામારીના કારણે દેશભરમાં મંદિરોમાં ભક્તોને દર્શન કરવા માટે મુશ્કેલીઓ પડી રહી હતી. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિભક્તો મહાદેવના દર્શન કરી શકે તે માટે ખાસ સુવિધા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કોરોના અને લોકડાઉનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વ્રા ભાવિકો મહાદેવના દર્શન કરી શકે તે માટે પોતાની વેબસાઈટ પર ત્રણેય પ્રહરની આરતી લાઈવ જોવા માટેની સુવિધા કરવામાં આવી હતી.

મહત્વનું છે કે દેશના બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર નવો ઈતિહસ રચવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની વેબસાઈટ પર લાઈવ કરવામાં આવેલી ત્રણેય પ્રહરની આરતીના કરોડો લોકોએ દર્શન કર્યા છે. જેમાં કોરોના મહામારી દરમિયાન દર મહિને 47 દેશમાં 6.50 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન મેળવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભાવિકોએ આ સુવિધાના કારણે સોમનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત કર્યા હતા. જેના કારણે હવે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે કોરોના મહામારીમાં દર મહિને 47 દેશમાં 6.50 કરોડ લોકોએ ત્રણેય પ્રહરની આરતી લાઈવ દર્શનનો લાહવો લીધો છે. જે ખૂબ મહત્વનું છે.

આપણે સૌ જાણીએ છે કે કોરોના મહામારીને કારણે લોકડાઉન દરમિયાન ભાવિકો મંદિરમાં દર્શન મેળવી શક્યા નહોતા. જે બાદ કોરોનાની બીજી લહેરના કારણે લાંબો સમય સુધી સોમનાથ દાદાના દ્વાર ભાવિકો માટે બંધ રહ્યાં, પરંતુ તેવા સમયે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો મહાદેવના દર્શન કરી શકે તે માટે પોતાની વેબસાઇટ પર ત્રણેય પ્રહરની આરતી લાઇવ જોવા માટેની સુવિધા કરવામાં આવી. આ સુવિધાનો લાભ લઈ કરોડો લોકોએ મહાદેવના દર્શન કર્યા છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં દેશ-વિદેશના લોકો દર્શન કર્યા છે તે બાબતે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે ટ્રસ્ટ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud