• એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પીને સ્મરણાંજલિનું PM નું સ્વપ્ન થશે સાકાર
  • મ્યુઝિયમની કામગીરી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી મારફતે થશે

WatchGujarat વડાપ્રધાન મોદીના વચન મુજબ SOU નજીક દેશના 562 રજવાડાઓનું મ્યુઝિયમ સાકાર થવા જઇ રહ્યું છે. દેશભરના રાજવી પરિવારના સભ્યોનો રજવાડા મ્યુઝિયમના નિર્માણ માટે બનાવાયેલી કમિટીમાં સમાવેશ કરાયો છે.

Statue of Unity

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે PM મોદીએ જાહેરમંચ પરથી કહ્યું હતું કે અહીં 562 રજવાડાઓના ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે. ત્યાર બાદ CM વિજય રૂપાણીએ દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું દેશમાં વિલીનીકરણમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલેની ભૂમિકા યાદ કરી હતી. CM એ સરદાર પટેલે કરેલા અખંડ રાષ્ટ્રના નિર્માણ અને રજવાડાઓની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડીયા SOU પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણની વાત કરી હતી.

ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓનું મ્યુઝિયમ તૈયાર કરવા એક સમિતિની રચના કરી છે. એ સમિતિમાં દેશ ભરના રાજવી પરિવારના સભ્યો સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ મ્યુઝિયમની કામગીરી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી મારફતે કરવાની છે.

SOU રજવાડા મ્યુઝિયમ કમિટીમાં કોની કોની નિમણુંક

  • સભ્ય તરીકે એસ.એસ.રાઠોડ (પૂર્વ અધિક મુખ્ય સચિવ અને પૂર્વ રાજપરિવાર સદસ્ય, વલાસના)
  • માંધાતા સિંહ (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, રાજકોટ)
  • રઘુવીરસિંહ (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, સીરોહી)
  • દિવ્યા કુમારી (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, જયપુર)
  • કરણી સિંઘ જસોલ (નિયામક, મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રષ્ટ, જોધપુર)
  • ડો. અંગમા ઝાલા (હાવર્ડ યુનિવર્સીટીમાં ઇતિહાસના પ્રોફેસર અને પૂર્વ રાજવીપરિવારના સદસ્ય, ધ્રાગંધ્રા)
  • ડો.પંકજ.એ.શર્મા (નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય)

562 દેશી રજવાડાઓના મ્યુઝિયમમાં શુ હશે આકર્ષણો

દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

અત્યાધુનિક 3-ડી મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે. ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ ફેમીલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવશે.

સરદાર ના પ્રબળ પુરૂષાર્થની ગાથા મ્યૂઝિયમ ઊજાગર કરશે

કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરાશે.

આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud