• માનવ આકૃતિ પર ચાલી મુલાકાતીઓ શરીરના અવયવો, ઉપયોગીતા, બીમારીઓ અને ઉપચારોથી અવગત થઈ રહ્યા છે.

WatchGujarat. માનવ આકૃતિ પર ચાલી મુલાકાતીઓ શરીરના અવયવો, ઉપયોગીતા, બીમારીઓ અને ઉપચારોથી અવગત થઈ રહ્યા છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ જ નહીં પરંતુ પ્રકૃતિ, જીવન, પર્યાવરણ, પ્રાણીઓ, આરોગ્ય, વન, ઔષધ, બીમારીઓ અને ઉપચારોને સમજવાનું પણ ધામ બની રહ્યું છે.

માનવ શરીરની રચના, તેના અવયવો, તેની ઉપયોગીતા, કાર્યો, જરૂરી પોષક તત્વો, હાનિકારક ઘટકો, ખૂટતી કડીઓ અને ઉપાય-ઉપચારની જાણકારી પણ SOU ની મુલાકાત લેતા પ્રત્યેક પ્રવાસીને મળી રહે તે માટે સૂક્ષ્મ આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી માં કરાયું છે.

અહીં માનવ આકૃતિની વિશાળ પ્રતિમા 3D આકારમાં અંકિત કરાઈ છે. જેમાંથી પસાર થતો વ્યક્તિ તેને જરૂરી પોષક તત્વો, તેમાં રહેલી ખામીઓ, બીમારી, ઉપચાર અને સારવારથી અવગત થઈ શકે છે. આ 3D માનવ આકૃતિમાંથી પસાર થનાર લોકોને વિવિધ માનવીય બીમારીઓ, તેનો હલ, તેના ઉપચારો, તે ન થવા માટે જરૂરી પોષક તત્વો, પ્રાકૃતિક ઉપચારથી અવગત કરવામાં આવે છે.આરોગ્ય વનમાં ઉપલબ્ધ આ 3D માનવ લે આઉટ આરોગ્ય પ્રત્યે સભાન તેમજ અજાગૃત લોકોને માહિતગાર કરી તેઓને તેમના શરીર સંબંધી જાણકારીઓ, ખામીઓ, લાભો, ઉપાયો પ્રત્યે જાગૃત કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે આંતર રાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. હરવા ફરવાની ઉત્તમ સુવિધાઓની સાથે હવે અહિંયા શરીરની રચના અને તેની ઉપયોગીતા સમજાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં મોજ શોખની સાથે જ્ઞાન મેળવવા માટે પણ આ જગ્યાનું મહત્વ વધી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રીયતામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને પર્યટકોનો સૈલાબ અહિંયા ઉમટી પડે છે. જેને લઇને આસપાસના લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ થયું છે. સરકારી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ડેવલપ કરવા માટે વિવિધ પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.

તમામ પ્રયાસોને પર્યટકોની મોટી સંખ્યામાં હાજરીને પગલે સરાહના મળી રહી છે. અને વર્ષ દરમિયાન ગમે તે સમયે ફરવા લાયક સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud