• આગામી સમયમાં SOU માં અદ્યતન એરપોર્ટ અને અન્ડરવોટર હોટેલ નિર્માણનું પણ સંભવિત આયોજન
  • 5000 રૂમની વિરાટ હોટલ પર આગામી સમયમાં આકાર પામશે
WatchGujarat વિશ્વ વિરાટ SOU ની માત્ર 2.5 વર્ષમાં કોરોના મહામારી વચ્ચે પણ દેશ અને દુનિયામાંથી મુલાકાત લેનાર પ્રવાસીઓનો આંક 50 લાખને પાર કરી ગયો હોવાનું સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો. રાજીવ ગુપ્તા એ જણાવી, ગુજરાત અને નર્મદા જિલ્લા માટે ગર્વ ગણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 મી ઓક્ટોબર 2018 ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું (Statue of Unity) લોકાર્પણ કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દેશ-વિદેશમાંથી રોજના 15,000 થી 20,000 પ્રવાસીઓ SOU પર આવી રહ્યા હતા. પ્રવાસીઓમાં આકર્ષણ વધારવા માટે PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જંગલ સફારી પાર્ક, ક્રેક્ટર્સ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, આરોગ્ય વન સહિત 17 નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.

SOU પર પ્રવાસીઓને અગવડ ના પડે એ માટે અનેક સવલતોનો પણ વધારો કરવામાં આવ્યો છે. દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરળતાથી પહોંચી શકે એ માટે ફોર લેન રોડ, સી-પ્લેન અને દેશના 8 મુખ્ય શહેરોને કેવડિયા સાથે જોડતી ટ્રેન સેવા પણ શરૂ કરાઈ છે. આ સાથે પ્રવાસીઓના રહેવા માટે અને ખાવા-પીવા સાથેની ઉત્તમ વ્યવસ્થાઓ સાથેની લો બજેટની હોટેલો પણ શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સારી સગવડના ભાગ રૂપે જ SOU લોકાર્પણના 2.5 વર્ષના સમયગાળામાં જ 50 લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 5000 રૂમની મોટી એક હોટેલ પણ આગામી સમયમાં નિર્માણ પામશે. આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અદ્યતન એરપોર્ટ અને અન્ડરવોટર હોટેલનું પણ નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ (Statue of Unity)  પાંચ મિલિયન મુલાકાતીઓનો આંક પાર કર્યો છે. જે ગુજરાત અને ખાસ કરીને નર્મદા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા સપના મુજબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં તમામ વય જૂથો માટે ઘણા આકર્ષણો પ્રદાન કરવામાં આવ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud