નેશનલ ડિફેન્સ કોન્ફરન્સને લઈ 7 માર્ચ સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ટેન્ટ સિટી ખાતે 3 દિવસની ડિફેન્સ કોન્ફરન્સ શરૂ થઈ છે
દેશની ત્રણ પાંખના વડા, CDS બિપિન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત દેશની સુરક્ષા એજન્સીઓના વડા હાજર રહેનાર છે
6 માર્ચે સમાપનમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી સંબોધન કરશે
WatchGujarat. કેવડિયા SOU ના ગરૂડેશ્વર તાલુકાને નર્મદા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા 7 માર્ચ સુધી નેશનલ ડિફેન્સ કોન્ફરન્સને લઈ NO DRONE ZONE જાહેર કરવામાં આવ્યો છે. કેવડિયા SOU ટેન્ટ સિટી ખાતે ગુરૂવારથી નેશનલ ડિફેન્સ કોન્ફરન્સનો આરંભ થયો છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ ની અધ્યક્ષતામાં યોજાનાર 3 દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા સમીટમાં ભારતની ત્રણેય જળ, વાયુ અને જમીન સુરક્ષા પાંખના વડા સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ઉપસ્થિત રહેનાર છે.
ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સમાં દેશની આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા અંગે ચર્ચા અને પરામર્શ કરવામાં આવનાર છે. જેના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ઉપસ્થિત રહી સંબોધન કરનાર છે. દેશની સુરક્ષાનું હેડક્વાટર ડિફેન્સ કોન્ફરન્સને કઈ કેવડિયા SOU બન્યું છે. ત્યારે નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે જાહેરનામા દ્વારા ગરૂડેશ્વર તાલુકાના સમગ્ર વિસ્તારને ગુરુવારે બપોરના 12 કલાકથી 7 માર્ચના 24 કલાક દરમ્યાન “No Drone Zone” તરીકે જાહેર કરાવામાં આવ્યું છે.
સમગ્ર ગરૂડેશ્વર તાલુકામાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની-ઓપરેટ કરવાની મનાઇ ફરમાવાઈ છે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.[/caption]
નેશનલ ડિફેન્સ કોન્ફરન્સને લઈ 7 માર્ચ સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ટેન્ટ સિટી ખાતે 3 દિવસની ડિફેન્સ કોન્ફરન્સ શરૂ થઈ છે
દેશની ત્રણ પાંખના વડા, CDS બિપિન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત દેશની સુરક્ષા એજન્સીઓના વડા હાજર રહેનાર છે
6 માર્ચે સમાપનમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી સંબોધન કરશે
WatchGujarat. કેવડિયા SOU ના ગરૂડેશ્વર તાલુકાને નર્મદા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા 7 માર્ચ સુધી નેશનલ ડિફેન્સ કોન્ફરન્સને લઈ NO DRONE ZONE જાહેર કરવામાં આવ્યો છે. કેવડિયા SOU ટેન્ટ સિટી ખાતે ગુરૂવારથી નેશનલ ડિફેન્સ કોન્ફરન્સનો આરંભ થયો છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ ની અધ્યક્ષતામાં યોજાનાર 3 દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા સમીટમાં ભારતની ત્રણેય જળ, વાયુ અને જમીન સુરક્ષા પાંખના વડા સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ઉપસ્થિત રહેનાર છે.
ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સમાં દેશની આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા અંગે ચર્ચા અને પરામર્શ કરવામાં આવનાર છે. જેના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ઉપસ્થિત રહી સંબોધન કરનાર છે. દેશની સુરક્ષાનું હેડક્વાટર ડિફેન્સ કોન્ફરન્સને કઈ કેવડિયા SOU બન્યું છે. ત્યારે નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે જાહેરનામા દ્વારા ગરૂડેશ્વર તાલુકાના સમગ્ર વિસ્તારને ગુરુવારે બપોરના 12 કલાકથી 7 માર્ચના 24 કલાક દરમ્યાન “No Drone Zone” તરીકે જાહેર કરાવામાં આવ્યું છે.
સમગ્ર ગરૂડેશ્વર તાલુકામાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની-ઓપરેટ કરવાની મનાઇ ફરમાવાઈ છે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"]જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.[/caption]