• ખેડૂતો ના ખાતા માં પડેલી એન્ટ્રી રદ કરવામાં આવશે
  • પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી, મોતીસિંહ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ બેઠક માં હાજર રહી રજુઆત કરી
  • MP ના PM ને પત્ર, લોકોના વિરોધ, BTP- કોંગ્રેસ પણ મેદાને પડ્યા બાદ સરકાર નિર્ણય પરત ખેંચવા સક્રિય

SOU : નર્મદા જિલ્લાના 121 ગામ ઇકો સેન્સેટિવ ઝોન બાબતે ગાંધીનગરમાં બેઠક, કાચી એન્ટ્રીઓ રદ થશે

WatchGujarat. નર્મદા જિલ્લા ના 121 ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન માં લેવામાં આવતા ગામે ગામ થી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં આ બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવા, શબ્દ શરણ તડવી, મોતીલાલ વસાવા, કોંગ્રેસના પી.ડી વસાવા, બિટીપી મહેશ વસાવા સહિત આગેવાનોએ રજુઆત કરી છે. ત્યારે સાંસદ ના રાજીનામાં અને ખાસ મુદ્દો ધ્યાને લઈ ને ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી. જેમાં વન મંત્રી ગણપત વસાવા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક માં સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી, મોતીલાલ વસાવા જિલ્લા.પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમણે રજૂઆતો કરી હતી. #SOU

આ બાબતે પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી એ જણાવ્યું હતું કે, મારા આદિવાસીઓના હીત ની વાત હોય તો મારે આગળ જવું પડે મેં મુખ્ય મંત્રીને રજુઆત કરી હતી આજે જે બેઠક થઈ જેમાં ચર્ચા થઈ કે જે એન્ટ્રી રદ થશે અને જે એન્ટ્રી પડી ગઈ છે તે પણ કાઢવામાં આવશે. આદિવાસી ભાઈઓ ને કોઈ પણ જાતનું નુકસાન ના થાય એની ખાસ તકેદારી રાખવામાં આવશે. બીજું કે કોઈપણ હિસાબે આ ઇકો સેન્સેટિવ ઝોન નિર્માણ થયું તે તેમાં રદ થાય એવી તમામ ચર્ચા થઈ છે.મારા આદિવાસી વિસ્તાર ને સેફ ઝોન રાખવા અમે કામ કરી રહ્યા છે.અમે કોઈ આદિવાસી પરિવાર ને નુકસાન થવા નહીં દઈએ. #SOU

જયારે આ બાબતે એ બેઠકમાં હાજર ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આવતા નર્મદાના 121 ગામોનો ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અભયારણ્યમાં 62 ગામો જ્યારે ઈકો સિસ્ટમ જાળવવા 0 થી 7 કિમિ વિસ્તારના બીજા ગામો ઉમેરાયા છે.આ બાબતે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારના કેટલાક ગામોના ખેડૂતોના 7,12 ઉતારા અને નમૂના નંબર 6 માં ઈકો સેન્સિટિવ ઝોનની પ્રોહીબીટેડ એન્ટ્રીઓ પાડવા માટે વહીવટીતંત્રએ પ્રયત્ન કર્યો એટલે આ વિવાદ પેદા થયો હતો. ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવી એન્ટ્રીઓ પાડવાની કોઈ જોગવાઈ છે જ નહીં. નર્મદાના જે પણ ગામોમાં આવી એન્ટ્રીઓ પાડવામાં આવી હશે એ એન્ટ્રીઓ રદ કરવા ગાંધીનગર ખાતેની બેઠકમાં નિર્ણય કરાયો છે. હવે ફોરેસ્ટ વિભાગ નર્મદા કલેકટરને સૂચના આપશે એ બાદ એન્ટ્રી રદ કરવાની કાર્યવાહી ચાલુ થશે. #SOU

એક વ્યવસ્થિત ડ્રાફટ તૈયાર કરી 121 ગામોમાં આવી એન્ટ્રીઓ ફરી ન પડે લોકોને હેરાનગતી ન થાય એ માટે પણ તંત્રને સૂચના અપાશે. હવે આ બાબતે સરકાર કેટલી મક્કમ છે અને આ એન્ટ્રીઓ રદ કરે છે કેમ તે જોવું રહ્યું જોકે સરકારમાં હાજર નેતાઓ આ બાબતે સતત રજૂઆતો કરતા રહ્યા છે અને જેમાં સાંસદ મનસુખ વસાવા એ પણ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે સરકાર ને પ્રજા સમક્ષ ઝુકવુ પડ્યું છે. અને જો ના ઝૂકી હોત તો આવનારી ચૂંટણી માં 121 ગામો સહીત કેટલાય ગામો મતદાન ના કરત એ પણ નક્કી છે. #SOU

ઉલ્લેખનીય છે કે, સપ્તાહ પેહલા જ MP મનસુખ વસાવા એ ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે PM નરેન્દ્ર મોદી ને પત્ર લખી વધતા વિરોધ તેમજ વિપક્ષ ના લોકોને ઉપસાવવા ને લઈ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે એન્ટ્રીઓ રદ કરવા તેમજ નિર્ણયમાં ફેરવિચારના કરવા રજુઆત કરી હતી. #SOU

More #SOU #ECO #Sensitive #zone #villages #land #Entry #will-be #canceled #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud