• જંગલ સફારીના તમામ દેશી-વિદેશી પક્ષીઓ પર તંત્રની વોચ
  • બર્ડફ્લૂની દહેશત વચ્ચે સતત દવાનો છંટકાવ કરી પક્ષીઓના ખોરાકમાં પણ રખાતી કાળજી

WatchGujarat. કોરોના બાદ હવે રાજ્યમાં બર્ડફ્લુના ખતરા વચ્ચે SOU જંગલ સફારીમાં બનાવાયેલી 1100 દેશી-વિદેશી પક્ષીઓની બર્ડ એવીયરીને સલામતીના કારણોસર પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈને કોઈ કેસ જોવા મળ્યા નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારી પાર્કમાં વિદેશી અને દેશી પક્ષીઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

દેશી-વિદેશી 1100 પક્ષીઓને રાખવામાં આવ્યા છે તે બંને એવીયરમાં દવાનો છંટકાવ કરી પક્ષીઓનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જંગલ સફારીના એશિયાટિક અને એક્સઝોટિક એવીયેરી બંને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે.

પક્ષીઓના ડોમમાં ફરજ બજાવતા એનિમલ કીપરને પણ ખાસ કાળજી રાખી ગ્લોવ્સ પહેરી પક્ષીઓને ખોરાક આપવામાં આવી રહ્યો છે. રાજ્યનું સૌથી મોટું અને દેશ-દુનિયામાં પ્રખ્યાત બનેલા જંગલ સફારીમાં અન્ય દેશોના 1100 થી વધુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે. જંગલ સફારી વહીવટી તંત્ર દ્વારા તમામ પક્ષીઓની ખાસ કાળજી કરવામાં આવી રહી છે. બર્ડ એવીયેરીમાં દવાનો છંટકાવ, તેમના ખોરાકની જગ્યાઓ શુદ્ધ કરવામાં આવી રહ્યા છે. સાથે પક્ષીઓના આરોગ્યનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

જંગલ સફારીના વેટરનરી મેડિકલ ઓફિસર પક્ષીઓ પર સતત નજર રાખી રહ્યા છે. હાલ તો તમામ પક્ષીઓ સુરક્ષિત છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બર્ડ એવીયેરીમાં પ્રવસીઓ પક્ષીઓના સીધા સંપર્કમાં આવતા જોખમ વધી શકે

જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે એશિયાટિક એવીયેરી બનાવવામાં આવી છે. જેમાં પ્રવાસીઓ મુક્ત મને ફરી પક્ષીઓને સ્પર્શ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓને નજીકથી જોઈ શકે છે. તેવી જ રીતે વિદેશી પક્ષીઓ માટે પણ એક્ઝોટિક એવીયેરી બનાવવામાં આવી છે. જો અહીં પ્રવાસીઓ જાય અને વાઈરસની દહેશત રહે, પક્ષીઓને ટચ કરે તો સંક્રમણ થવાનો ભય રહે. આ વ્યવસ્થા હવે જોખમી બની છે. જેથી બર્ડ એવીયેરીને તંત્ર દ્વારા તાળા મારી દેવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud