સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બારડોલી સરદાર મ્યુઝિયમ સુધી નોન સ્ટોપ સ્કેટિંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ દરજ કરાવશે
તમામ સ્કેટર્સનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
WatchGujarat. બારડોલીના સાહસિક યુવાને આજરોજ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ લઈ બારડોલી સ્વરાજ આશ્રમ સુધીની 138 કિમીની સફર 10 દીકરીઓને લઈ સ્કેટીંગથી 24 ક્લાકમાં પાર કરવાના અને મહિલા સશક્તિકરણના હેતુથી કરેલ આ યાત્રામાં ઈન્ડિયા બુકમાં રેકોર્ડ નામે કરવા ભારે પુરુષાર્થ અને સાહસ થકી નેત્રંગ આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતની ધન્ય ધરાનું બારડોલી ગામ આમ તો એના સુવર્ણ ઇતિહાસથી વિશ્વભરમાં પોતાનું નામ સ્થાપિત કરતું આવ્યું છે. આવા એક ઐતિહાસિક ગામનો ઈતિહાસ જો આટલો સુવર્ણ હોય , લોહપુરુષ સરદારની ચરણ રજ જે ગામને પ્રાપ્ત છે અને જે ગામને સરદારે પોતાની કર્મભૂમિ બનાવી હોય તે ગામની નારીઓનું સાહસ ઘણું ઉત્તમ છે.
બારડોલીની સંસ્થા ધૂમકેતુ અને કેન એકેડમીની નારી શક્તિ સાહસ
ધૂમકેતુ અને કેન એકેડેમીની 10 જેટલી દીકરીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા સરદાર થી બારડોલી સ્વરાજ આશ્રમ સરદારની અસરદાર સફર સ્કેટીંગ (SKATING ) ધ્વારા કરી રહ્યા છે . સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બારડોલી સરદાર મ્યુઝિયમ સુધીની 138 કિલોમીટરની સફર નોન સ્ટોપ સ્કેટિંગ દ્વારા 24 કલાકમાં પૂર્ણ કરી એક નવો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાના નામ નોંધાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કરેલ નારી સશક્તિકરણની ઝુંબેશને સાચા અર્થમાં સાર્થક કરવા માટે આ 10 બહેનો કટિબદ્ધ છે. આ રેકોર્ડ 25 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી શરૂ થઈ 26 જાન્યુઆરી 72 મા પ્રજાસત્તાક દિવસે સરદાર મ્યુઝિયમ બારડોલી ખાતે પૂર્ણ થશે. રેકોર્ડ કરનાર બહેનોને મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ પ્રભુભાઈ વસાવાએ શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર રેકોર્ડ ધૂમકેતુ એકેડેમીના સાગર ઠાકરના નેજા હેઠળ થઇ રહ્યું છે.
રેકોર્ડ કરનાર બારડોલીની બાળકીઓ
1. કાવ્યા કંથારીયા
2. જીયા ચૌધરી
3. મહેક ચૌધરી
4. રિધ્ધિ પટેલ
5. ચિત્રાંગી પટેલ
6. વૃંદા ચૌધરી
7. ક્રિષ્ના પટેલ
8. પ્રાર્થના સોલંકી
9. સોનીયા દેવલાણી
10. ટ્વિન્કલ ઠાકર
બેટી બચાવો, બેટી પઢાવો અને નારી શક્તિને ઉજાગર કરવા સાહસ
હું ધૂમકેતુ એકેડમી ચલાવુ છું. ઘણા વર્ષોથી હું સાહસિક પ્રવૃત્તિમાં જોડાયેલો છું ઘણા બધા રેકોર્ડ કર્યા છે કે લિમ્કા બુક ઓફ રેકોર્ડ ,ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઈન્ડિયા બુકમાં રેકોર્ડ નોંધાવ્યા છે.મારી એકેડમીની છોકરીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 138 કિ.મીનું અંતર સ્કેટિંગ કરીને 24 કલાકમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. અને એમનો મુખ્ય ઉદ્દેશ છે કે નરેન્દ્ર મોદી સ્ત્રી સશક્તિકરણ અભિયાન ચાલુ કર્યું છે બેટી બચાવો બેટી પઢાવો અને બીજું કે નારી સશક્તિકરણનો ઝુંબેશ છે એને સપોર્ટ કરવાનો છે. - સાગર ઠાકર , આયોજક ,બારડોલી