• નવા વર્ષના આરંભ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે વડાપ્રધાનની ઉપસ્થિતિ વચ્ચે વિવિધ પ્રોજેક્ટોના ભૂમિપૂજન-લોકાર્પણનો તખ્તો તૈયાર
  • ગાંધીનગર રેલવે સ્ટેશન, સરદારધામ, રાજકોટ લાઈટ હાઉસ સહિત ચારથી પાંચ પ્રોજેક્ટની કામગીરીની તૈયારીઓ

દેશના નંબર - 1 SOU કેવડિયા ગ્રીન રેલવે સ્ટેશનનું 12 જાન્યુઆરીએ PM મોદીના હસ્તે લોકાર્પણ

WatchGujarat. 2021 ના નવા વર્ષમાં 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લઈ કેવડિયા SOU ઇકો ગ્રીન રેલવે સ્ટેશન સહિત 5 થી 6 પ્રોજેક્ટોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સામે જ PM મોદીની એન્ટ્રીથી ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છવાયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2021 ના નવા વર્ષે ફરી ગુજરાતમાં એન્ટ્રી કરશે. PM ના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને દેશના રેલવે નેટવર્ક સાથે જોડવા નો રેલ પ્રોજેકટ પૂર્ણતા ના આરે પોહચ્યો છે.

કેવડિયા ખાતે દેશનું પહેલું ઇકો ગ્રીન રેલવે સ્ટેશન નિર્માણ ની કામગીરી પણ પૂર્ણ થવા આવી છે. કેવડિયા રેલવે સ્ટેશનને રાષ્ટ્રને સમર્પિત કરવા આગામી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓ તેજ બનાવાઈ છે.

ગુજરાતમાં આવી સૌ પ્રથમ પીએમ મોદી સરદારધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બાદમાં તેઓ કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાં જ પીએમ મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન અને હોટલ લોકાર્પણ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

બીજી તરફ રાજકોટમાં ₹118 કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. જેનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરાશે. દેશના 6 લાઈટહાઉસ પ્રોજેકટમાં ગુજરાતના એક રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઈડબલ્યુએસ 2 પ્રકારના 1144 આવસો બનાવવામાં આવશે. જેના માટે 6 જુદી-જુદી ટેકનોલોજી દ્વારા આ આવાસ તૈયાર થશે.

More #કેવડિયા #SOU #railway #station #Inauguration #PM modi #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud