વિશ્વના સૌથી ફાસ્ટેટ જંગલ સફારીમાં 11 મહિનાના હિપોપોટમસ અને બ્લેક પેંથર કાળી જંગલી બિલાડીનું આગમન
6 મહિનામાં સાકાર થયેલ સફારીમાં 1500 દેશ-વિદેશના પ્રાણીઓ અને 100 થી વધુ પ્રજાતિઓનું આકર્ષણ
વિશ્વના સૌથી ઝડપતી ઉભરતા ટુરિસ્ટ પ્લેસ માટે બન્ને પ્રાણીઓ જૂનાગઢ ઝુ થી લવાયા
WatchGujarat. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU નિર્માણ બાદ 17 જેટલા પ્રોજેક્ટો નવા બન્યા જોકે તેમાં સૌથી વધુ જંગલ સફારી પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે.
લોકડાઉન બાદ સૌથી વધુ પ્રવાસીઓ જંગલ સફારી ને પસંદ કરે છે અને વન વિભાગ દ્વારા પણ નવા નવા પ્રાણીઓ લાવવામાં આવે છે. તાજેતર માં પ્રવાસીઓ ને આકર્ષવા માટે બ્લેક પેંથર અને હિપ્પો પોટેમસ લાવવામાં આવ્યા છે. જે વધુ આકર્ષણ બની રહેશે.
વિશ્વના મોટા નેચરલ સફારીમાંના એક કેવડિયા ખાતે સફારી પાર્ક આવેલું છે. 375 એકર માં ફેલાયેલા જંગલ સફારી પાર્ક માં દેશ વિદેશથી 1500 જેટલા પશુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે. હવે નવા પ્રાણીઓ માં બ્લેક પેંથર અને હિપ્પો પોટેમસ જૂનાગઠ ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. જયારે હવે વાઈલ્ડ ડોગ, ક્રોકોડાયલ પાર્ક પણ બનાવવામાં આવશે. જેમાં બહારથી મગર લાવવામાં આવશે. અને તે એક અનોખું આકર્ષણ બનશે. જંગલ સફારીમાં નવા મહેમાનો નું આગમન થઇ રહ્યું છે. જે પ્રવાસીઓ ને વધુ આકર્ષણ જમાવશે.
250 કિલો અને 11 મહિનાના હિપોનું નામ ભીમ રખાયું છે. જ્યારે બ્લેક પેંથરનું નામ કાલી જંગલ બુક ના આધારે બગીરા રાખવામાં આવ્યું છે. કેવડિયા SOU માં વિકસિત જંગલ સફારી દેશ અને દુનિયાનો સૌથી ફાસ્ટ ટ્રેક પ્રોજેકટ છે જેમાં માત્ર 6 મહિનામાં જ જિયોલોજીકલ પાર્ક, બર્ડ એનવેરી, એક્ઝોટિક બર્ડ એનવેરી અને જંગલ સફારી વિકસાવવામાં આવી છે.
SOU ખાતે ઊમટતા પ્રવાસીઓ નવા મહેમાન ભીમ અને કાલી ને જોઈ પ્રભાવિત થઈ રહ્યા છે. જંગલ સફારીમાં 1500 થી વધુ દેશ અને વિદેશના પ્રાણીઓ સાથે 100 થી વધુ પ્રજાતિઓ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.