નેરોગેજમાં યાત્રાની મજા, ચાલુ ટ્રેને ક્યાંક ઉતરો, ક્યાંક ચઢતો
નર્મદા નદી પ્રત્યે વિશેષ લગાવ, જીવનના કેટલાક વર્ષો નર્મદાની ગોદમાં વિતાવ્યા
ભારતીય રેલ દેશને દરેક ક્ષેત્રમાં ગતિ આપી રહી છે, વિતેલા વર્ષોમાં રેલવેમાં અભૂતપૂર્વ કામ
WatchGujarat. દિલ્હીથી લીલીઝંડી આપી 8 ટ્રેનોને કેવડિયા રવાના કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જૂની યાદો તાજા કરી હતી. વડોદરા-ડભોઇ નેરોગેજમાં તેઓ કઈ રીતે મજા લૂંટતા હતા તે મુસાફરીઓને વાગોળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડોદરા ડભોઇ-ચાંદોદ બ્રોડગેજ સાથે કેવડિયા સાથે જોડાણ પ્રસંગે નેરોગેજ ટ્રેનની ધીમી સ્ફરને ફરી તાજી કરી હતી. તેમને જણાવ્યું હતું કે, આજે જૂની યાદો તાજી થઈ છે.
વડોદરા-ડભોઇ વચ્ચે નેરોગેજ ટ્રેન ચાલતી હતી. જેમાં હું યાત્રા કરતો હતો. નર્મદા નદી પ્રત્યે વિશેષ લગાવ અને આકર્ષણ ના કારણે જીવનના કેટલાક વર્ષ નર્મદા મૈયાની ગોદ માં વિતાવ્યા. નેરોગેજમાં હું ડભોઇ આવતો ત્યારે મજા આવતી હતી. ટ્રેન એટલી ધીમી ચાલે કે તમે ચાલુ ટ્રેને ટ્રેનમાં ચઢી શકો અને ઉતરી પણ શકો. ટ્રેન સાથે દોટ લગાવ્યે તો આપણે આગળ નીકળી જઈએ.
વડોદરા-ડભોઇ નેરોગેજ ટ્રેનમાં PM ક્યાંક ઉતરતા તો ક્યાંક ચઢતા અને યાત્રાની મજા લૂંટતા હતા. કેવડિયા રેલવે સાથે જોડાતા ટુરિસ્ટ જ નહીં અહીંના સ્થાનિક આદિવાસીઓનું પણ જીવન બદલાશે. રોજગારી-સ્વરોજગારીના અનેક અવસરો આવશે. નર્મદા તટે કરનાળી, ચાંદોદ, પોઇચા, ગૃડેશ્વર સ્પિરિચ્યુઅલ વાઈબ્રેશનથી ભરેલા ધાર્મિક સ્થળોને પણ આજે રેલવે થકી કનેક્ટિવિટી મળતા આધ્યાત્મિક ગતિવિધિઓ પણ તેજ બનવાનો વિશ્વાસ PM એ વ્યક્ત કર્યો હતો.
https://twitter.com/narendramodi/status/1350784766484881408?s=20
DFC માં 2006 થી 2014 સુધી માત્ર કાગળ પર કામ, 1 KM પણ ટ્રેક નહિ, આગામી સમયમાં 1100 KM નું કામ પૂર્ણ થશે
આઝાદી પછી વધુ ઉર્જા રેલ વ્યવસ્થાને સુધારવામાં જ લાગી. નવી સોચ, નવી ટેક્નિક અને આધુનિકરણ પર ફોક્સ ઓછું રહ્યું હોવાનું PM એ કહ્યું હતું. ડેડીકેટેડ ફેઈટ કોરિડોર DFC પ્રોજેકટમાં 2006 થી 2014 સુધી માત્ર કાગળ પર જ કામ થયું. એક કિમી પણ ટ્રેક નહિ. વિતેલા વર્ષોમાં રેલ માટે અભૂત પૂર્વ કામ થયું. આગામી સમયમાં DFC નું 1100 KM નું કામ પૂર્ણ થશે.
સરકાર રેલવેનું વિસ્તરણ, વીજળીકરણ, હાઇસ્પીડ, આધુનિકરણ, ટેકનોલોજી તરફ આગળ વધી આત્મનિર્ભરના પરિણામ થકી કાયાપલટ કરી રહી છે. તાજેતરમાં જ હાઇસ્પીડ હોર્સ પાવર ડબલ સ્ટોક કન્ટેનર લોકોમોટિવ ટ્રેન દુનિયામાં ભારતે ચલાવી રેકોર્ડ સર્જ્યો છે. ભારતીય રેલ દેશને દરેક ક્ષેત્રમાં ગતિ આપી રહી છે.