3 ખાખીધારીઓ અને 2 સિવિલ ડ્રેસમાં આવેલાં પોલીસ કર્મીઓએ સિક્યોરિટી ગાર્ડની ફેંટ પકડી લાફા ઝીંક્યા.
પોલીસની દાદાગીરીનો વિડીયો CCTV માં કેદ, સિક્યોરિટી કર્મીઓએ હડતાલ પર ઉતરી ગયાં.
પોલીસની દાદાગીરીની ઘટનાના PM અને CM સુધી પડઘા પડતાં 5 પોલીસ જવાનો સસ્પેન્ડ
WatchGujarat. ‘પોલીસની ખાખીવર્દી જાણે લોકોને રંજાડવાનું અને રોફ મારવાનું લાઈસન્સ છે’ એમ સમજતાં પોલીસ કર્મીઓના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતાં હોય છે પરંતુ રાજ્યનું પોલીસ તંત્ર આવા તત્વો પર લગામ કસી શકતું નથી. પોલીસની દાદાગીરીનો વધુ એક કિસ્સો ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારી ખાતે બનવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ટિકીટના નાણાં ચૂકવવાને બદલે મફતમાં જંગલ સફારીમાં ફરવાનો મનસૂબો ધરાવતાં પોલીસ કર્મીઓએ ટિકીટ માંગનાર સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. બનાવના પડઘા સીએમ અને પીએમ સુધી પહોંચતાં SP હિમકર સિંહે પાંચેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.
https://youtu.be/nUkuRbb8FnE
બુધવારે વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી પાર્કમાં વગર ટિકિટે નીકળેલા પોલીસકર્મીઓની દાદાગીરી અને જંગલી વર્તન સામે આવ્યું છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે 5 ટ્રાફિક પોલીસકર્મીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. અને સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઇ હતી.
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડિયો સામે આવ્યો છે. બુધવારે જંગલ સફારી પાર્કમાં 5 પોલીસકર્મીઓ ઘુસતા સિક્યુરિટી ગાર્ડે ટિકિટ માંગતા ઘર્ષણ થયું હતું અને પોલીસ કર્મીઓએ ભેગા મળીને ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને માર માર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડને માર મારનારા 5 પોલીસકર્મી પૈકી કેટલાક પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં હતા. મફતમાં ઘુસી દાદાગીરી કરનારા 3 ટ્રાફિક જવાન વરદી માં જ્યારે 2 સિવિલ ડ્રેસમાં હતા.
સિક્યુરિટી ગાર્ડે ટિકિટ માંગતા ફેંટ પકડી લાફઓ ઝીકી ખેંચીને ઝપાઝપી કરનાર 5 એ પોલીસ કર્મીની આ ઘટનાથી રોષે ભરાયેલા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. સિક્યુરિટી ગાર્ડને માર મારવાના મુદ્દે સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર મામલાની જાણ થતા જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને નર્મદા SP હિમકર સિંહે પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળ સમેટાઇ ગઇ હતી
સસ્પેન્ડ કરાયેલા ટ્રાફિક પોલીસકર્મીઓ
શૈલેષ મનસુખ, હેડ કોન્સ્ટેબલ
રાજેન્દ્ર ખાનસિંગ, કોન્સ્ટેબલ
મનોજ ધનજીભાઈ, કોન્સ્ટેબલ
કૃષ્ણલાલ મહેશભાઈ, કોન્સ્ટેબલ
અનિલ મહેશભાઈ, કોન્સ્ટેબલ