કેવડિયા SOU જોઈ વિશ્વ વિખ્યાત ઉધોગપતિને લાગ્યું જ નહીં કે તેઓ પોતાની માતૃભૂમિ ભારતમાં છે
કેવડિયા એ ભારતનું ગૌરવ, હકીકતનું જીવંત પ્રતીક, ભારત મજબૂત હાથોમાં છે : સ્ટીલ કિંગ
WatchGujarat. વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ એ કેવડિયા SOU ની મુલાકાત શુક્રવારે લીધી હતી. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના આકર્ષણો જોઈ અભિભૂત થઈ ગયા હતા. તેઓ માતૃભૂમિ ભારતમાં ફરી રહ્યા હોવાની હકીકત સ્વીકારી જ શક્યા ન હતા.
ભારતીય સ્ટીલ મેગ્નેટ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે શુક્રવારે વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે SOU નો અનુભવ વ્યક્ત કરતા પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, હું કેવડિયા આવ્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણો જોયા.
અવિશ્વસનીય, અવર્ણનીય, અકલ્પનીય…. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિ, મજબૂત નેતૃત્વ અને વિશાળ વિચારસરણીનું પ્રતિબિંબ કેવડિયામાં દરેક ક્ષણે જોવા મળે છે. મને ક્યારેય લાગ્યું નહીં કે હું મારી માતૃભૂમિ ભારતમાં છું.
હું વિચારમાં પડી ગયો કે ટૂંક સમયમાં વડાપ્રધાને તેનું અહીં પરિવર્તન કેવી રીતે કર્યું. કેવડિયા એ ભારતનું ગૌરવ છે. કેવડિયા એ હકીકતનું જીવંત પ્રતીક છે કે ભારત મજબૂત હાથમાં છે અને ભારતનું ભાવિ સુરક્ષિત છે.
અખંડ ભારતના સર્જક સરદાર પટેલને કોટિ નમન. ભારતના ઉજ્જવળ ભાવિના સર્જક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નતમસ્તક વંદન કરું છું, સ્ટીલ આઇકોન લક્ષ્મી મિત્તલે SOU સાથે આસપાસના આકર્ષણોની મુલાકાત લઈ ફોટોગ્રાફી પણ પડાવી હતી. તેઓએ આટલા ટૂંકા સમયમાં આ સ્થળની કાયકલ્પને અકલ્પનિય ગણાવી ભારત માટે ગર્વ સમાન લેખાવી હતી.