• વિશ્વની વિરાટ પ્રતિમા પર ઊમટતા લોકોને ડાયનાસોર સમયે પુથ્વી પર જીવન કેવું હતું તેનો અહેસાસ કરાવવાનો પ્રયાસ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે વિંધ્ય પર્વતમાળા ખાતે રાજાસોરસ (ડાયનાસોર)ની 3 પ્રતિકૃતિ 75 ફૂટ લાંબી અને 25 ફૂટ ઊંચી બનાવાઈ

 

WatchGujarat. પ્રાચીન કાળમાં 20 લાખ વર્ષ પહેલાં જ્યારે ગોંદવન મહાખંડમાંથી ભૂભાગ ધીરે ધીરે છૂટો પડી રહ્યો હતો ત્યારે ભારત માડાગાસ્કર અને દક્ષિણ અમેરિકાથી છૂટું પડ્યું હતું. આ સમય દરમિયાન નર્મદાની ખીણમાં રાજાસોરસ નર્મદેન્સિસ નામે પ્રજાતિ જોવા મળતી હતી. આ પ્રજાતિ માત્ર ગુજરાતમાં જ જોવા મળતી હતી.

ડાયનાસોરની આ નવી પ્રજાતિ વિશેની શોધખોળ વૈજ્ઞાનિકોએ વર્ષ 2000 માં કરી હતી. રાજાસોરસ નર્મદેન્સિસ નામમાં રાજાસોરસ સંસ્કૃત શબ્દ રાજા એટલે કે પ્રમુખ, સર્વોત્તમના અર્થમાં તથા પ્રાચીન ગ્રીક ભાષામાંથી સોરસ એટલે કે ગરોળી એમ ઊતરી આવ્યો છે.

નર્મદેન્સિસ અહીં નર્મદા નદીના સંદર્ભે જોવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU ના મુલાકાતીઓ માટે વિંધ્ય પર્વતમાળા ખાતે આ રાજાસોરસની પ્રતિકૃતિ તેના વિશેષરૂપે નજરે ચડતા શિંગડાઓ સાથે મૂકવામાં આવી છે. આ પ્રતિકૃતિ મૂળ ડાયનોસોરની સરખામણીમાં 3 ગણા કરતા વધારે વિશાળ બનાવવામાં આવી છે. તેના માથાથી લઈ પૂંછડી સુધી આશરે 75 ફૂટ અને 25 ફૂટની ઊંચાઈની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

આ લુપ્ત થયેલા ડાયનાસોરની પ્રજાતિની પ્રતિકૃતિઓને વિંધ્ય પર્વતમાળામાં એ રીતે મૂકાઇ છે કે જેથી મુલાકાતીઓને ડાયનાસોરના સમયગાળામાં જ્યારે આ વિશાળકાળ સરિસૃપ આ વિસ્તારમાં નિરાંતે ફરતા ત્યારે પૃથ્વી પર જીવન કેવું હતું એવો અંદાજ આવી શકે.

આ ડાયનાસોર પાર્કના નિર્માણ દ્વારા લોકોમાં ગુજરાતના પ્રાગૈતિહાસિક સમયગાળા બાબતે જાગૃતિ આણવાનો પ્રયાસ કરાયો છે. તે ઉપરાંત બાળકોને પણ ડાયનાસોરના જૈવિકશાસ્ત્ર બાબતે જાણકારી મળી રહે છે. વિંધ્ય પર્વતમાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક રાજાસોરસનું સ્થાન ભારતના ગુજરાત રાજ્યમાં રાજપીપળા જિલ્લામાં કેવડિયા નજીક છે.

લગભગ 20 લાખ વર્ષ પહેલા જ્યારે તમામ ખંડો સાથે જોડાયેલા હતા ત્યારે “રાજા સોરસ” તેનાં જેવી અન્ય માંસાહારી ડાયનાસોરની પ્રજાતીઓ સાથે શિકાર કરતો હતો. સમય જતા દરેક ખંડો છુટા પડવા લાગ્યા અનેં ભારતીય ઉપખંડ પણ ધીરેધીરે ખસીને આજનીં જગ્યાએ આવી ગયો, આ દરમિયાન રાજાસોરસ તેનાં અન્ય સાથીદારો કરતા અલગ પડી ગયો અને તેણે દક્ષીણ એશીયામાં પોતાની ધાક જમાવી અને તે ભારતીય ઉપખંડ નો મુખ્ય અને મહત્વનો માંસાહારી ડાયનાસોર બન્યો.

રાજાસોરસ નું અસ્થીપિંજર અન્ય ડાયનાસોરનીં સરખામણીએ ઘણી સારી હાલતમાં મળી આવ્યું હતું. સંશોધનનાં આધારે અનુમાન લગાવી શકાય કે તેનું માથું નાનું પરંતુ તિક્ષ્ણ દાંત અનેં મજબુત માંસપેશી વાળુ હતું જે હુંમલો કરવા માટે અનુકુળ હતું. વળી તેમાં દુશમનોને ડરાવવા માટે માથે શીંગડા જેવી રચના પણ હતી , તેની લંબાઇ 24 થી 2o ફુટ જેટલી, ઉંચાઇ લગભગ 7 થી 9 ફુટ જેટલી અને વજન લગભગ 3 થી 4 ટનની આસપાસ હતું. નર્મદા નિગમના MD ડો. રાજીવકુમાર ગુપ્તા એ ટ્વીટ કરી SOU પર આ ડાયનો ટ્રેઇલ પાર્કની મુલાકાત લેવા અને ડાયનાસોરનો પૃથ્વી પર અહેસાસ કરવા જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud