• કેવડીયાથી સુરત માટે પણ સી પ્લેન સેવા શરૂ કરવાની વિચારણા
  • વડાપ્રધાને કેવડીયાથી સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો
  • 50 મિનિટમાં સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી દિલ્હી રવાના

કેવડિયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી દેશની પહેલી સી પ્લેન સુવિધાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી 50 મિનિટમાં રિવરફ્રન્ટ પોહચી ત્યાંથી દિલ્હી જવા રવાના પોહચ્યા હતા. સી પ્લેનને તેઓએ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર ને વેગ આપનાર ગણાવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ આપ્યા બાદ દેશ જોગ સંબોધન કર્યું હતું. જે બાદ વર્ચ્યુલ મિટિંગથી પ્રોબેશનલ અધિકારીઓને સંબોધ્યા હતા.

કેવડિયા ખાતેથી દેશના પ્રથમ સી પ્લેન સર્વિસનો પ્રારંભ કરાવી વડાપ્રધાન સી પ્લેનમાં 50 મિનિટનું ઉડાન ભરી સાબરમતી રીવરફ્રન્ટ પોહચ્યા હતા. સી પ્લેનના લોકાર્પણ અને રાષ્ટ્ર ને સમર્પિત કરતા તેમણે જણાવ્યું હતું કે, સી પ્લેન પ્રારંભ થવાથી પ્રવાસન ને વેગ મળશે સાથે જ સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેવો આશાવાદ તેમને વ્યક્ત કર્યો હતો. સાથે જ આગામી સમયમાં કેવડીયાથી સુરત માટે પણ સી પ્લેનની સેવા કાર્યરત કરવા વિચારણા હેઠળના સંકેતો આપ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud