• 30 મી એકતા પરેડમાં આવતા વડાપ્રધાન મોદી ટેન્ટ સિટી 1 ખાતે રાત્રી રોકાણ કરશે
  • 2 ટેન્ટ મીની દરબારી અને 1 ટેન્ટ દરબારી તૈયાર કરાયો
  • ટેન્ટમાં 2 બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ હોલની પણ વ્યવસ્થા

કેવડિયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે યોજાનાર એકતા પરેડ માં ભાગ લેવા આવનાર છે. તેઓ 30 મીએ કેવડિયા ખાતે આવી પહોંચશે ત્યારબાદ રાત્રી રોશનીનો નજારો નિહાળશે અને ટેન્ટસિટી 1 ખાતે રાત્રી રોકાણ કરશે. એક ટેન્ટ દરબારી જ્યારે 2 ટેન્ટ મીની દરબારી તૈયાર કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જોકે અગાઉ એકતા પરેડમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા ત્યારે પણ આજ ટેન્ટમાં રાત્રી રોકાણ કર્યું હતું. ટેન્ટ સિટી દ્વારા પીએમ માટે ખાસ 3 ટેન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં 2 ટેન્ટ મીની દરબારી જયારે એક ટેન્ટ દરબારી બનાવ્યો છે.

વડાપ્રધાનના સરદાર જ્યંતી એકતા દિવસે આગમનને લઈ બનાવાયેલા 3 ટેન્ટની ખાસિયત એ છે કે, આ ત્રણેય ટેન્ટ બુલેટપ્રુફ છે મોદી જે ટેન્ટમાં રોકાશે તે ટેન્ટમાં બે બેડરૂમ એક ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ટેન્ટસીટી દ્વારા પ્રવાસીઓને પણ આ ટેન્ટ ફાળવવામાં આવે છે જેમાં હાલ આ ટેન્ટ એક આમદાવાદના પરિવારને આપવામાં આવ્યો હતો.

જયારે આ પરિવારને ખબર પડી કે પોતે જે ટેન્ટમાં રોકાયા છે તેમાં વડાપ્રધાન પણ રોકાય હતા તો તેમને ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને પરિવાર સાથે પણ ચર્ચા કરી કે પી.એમ.મોદી આ ટેન્ટમાં રોકાયા હતા. આમ પ્રવાસીઓ પણ પી.એમ.ના રોકાયેલા ટેન્ટ મા રોકાવવાનો એક આગવો આનંદ માણવા સાથે રોમાંચિત થઈ જાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud