• કોરોનાના 8 મહિનાના કાળમાં 8 કલાકમાં કરોડોના 22 પ્રોજેક્ટોનું લોકાર્પણ-શિલાન્યાસ વિશ્વમાં સંભવત પ્રથમ
  • આજે સરદાર જ્યંતીએ એકતાના શિલ્પીના ચરણોમાં વંદન કરી, એકતા પરેડ નિહાળી, સી પ્લેનનું લોકાર્પણ કરશે

 

કેવડિયા. વિશ્વ વિરાટ સરદાર વલ્લભ ભાઈ પટેલની 182 મીટર ઊંચી SOU ખાતે વડાપ્રધાને કોરોના કાળ ના 8 મહિનામાં 8 કલાકમાં જ કરોડોના 22 પ્રોજેક્ટોનું લોકાર્પણ-શિલાન્યાસ કરી વિશ્વ વિક્રમ પણ રચ્યો છે. 31મી એ રાષ્ટ્રીય એકતા દિવસે એકતાના શિલ્પી સરદાર પટેલને વંદન કરી એકતા પરેડ નિહાલશે.જે બાદ સી પ્લેનનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા SOU મુકામે 11.50 કલાકે આગમન કર્યા બાદ 12.10 કલાકથી કરોડો ના પ્રોજેક્ટોનું એક બાદ એક લોકાર્પણ કરવાનું તેમજ તેમની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું.

કોરોના કાળ ના 8 મહિના વીતી ગયા છે દેશમાં અને દુનિયામાં આ કોરોના ગાળા ના 8 માસમાં સાગમટે કરોડોના પ્રોજેક્ટોના લોકાર્પનો તે પણ એક જ દિવસે અને ગણતરીના કલાકોમાં થયા નથી.વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડીયામાં વડાપ્રધાન મોદીના હસ્તે 8 કલાકમાં જ 22 પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસથી વિશ્વ વિક્રમ સર્જાયો છે.

 

વડાપ્રધાને બપોર 12.10 કલાકથી રાતે 8 વાગ્યા સુધીમાં એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ, જંગલ સફારી, જેટી અને ક્રૂઝ, નેવિગેશન ચેનલ, ગોરા બ્રિજ, ગુરૂદેશવર વિયર, ગવર્મેન્ટ કવટર્સ, બસ બેય ટર્મિનલ, ખીલવાની ઇકો ટુરિઝમ, ટ્રાયબલ હોમ સ્ટે, આદર્શ ગામ, SRP કવટર્સ, એડમિસ્ટ્રેટિવ ઓફીસ બિલ્ડીંગ, યુનિટી ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન, ડાયનેમિક ડેમ લાઇટિંગ, કેવડિયા મોબાઈલ એપ અને વેબસાઈટ, સરકારી વસાહતો મળી 22 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ શિલાન્યાસ કર્યો હતો.

31મી ઓક્ટોબર કેવડીયામાં ખાસ દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જ્યંતી હોય નરેન્દ્ર મોદી તેમને વિશેષ અંજલિ આપી એકતા પરેડમાં ભાગ લેશે. પ્રોબેશન અધિકારીઓને સંબોધશે. સાથે જ સી પ્લેનનું લોકાર્પણ કરી બપોરે કેવડીયાથી સી પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટ પોહચશે.

સંભવત કોઈપણ દેખાવકારને ડામવા સિવિલ ડ્રેસમાં સખત પહેરો

શુક્રવારે પોલીસ અને પ્રશાશન સફળ રહ્યું હતું. આજે કોઈ વિરોધ કે આંદોલનકારી ક્યાંય ફરકી શક્યા ન હતા. જોકે 31મી ઓક્ટોબર મુખ્ય દિવસ હોય સુરક્ષા જવાનો અને તંત્ર વધુ એલર્ટ રહી પ્રોજેક્ટો વિરોધ કરનારા ન ફરકે તે માટે રાઉન્ડ ધ ક્લોક વોચમાં છે. 15 જેટલા લોકોને ડીટેન પણ કરી નજર કેદ રખાયા હોવાની માહિતી સાંપડી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud