• નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કેવડિયા ખાતે કરવાના હોવાથી ગુજરાતનું ગુપ્તચર તંત્ર સતત કેન્દ્ર ગુપ્તચર સાથે ઈનપૂટ મેળવી રહ્યું છે
  • SOUમા પીએમ બંદોબસ્ત ધરતી, આકાશ અને જળ વિસ્તારો સહિતમાં રખાશે

કેવડીયા. આગામી 31 ઓક્ટોમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતા પરેડ ની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર ઘણા દિવસોથી તે માટેના આયોજનમા વ્યસ્ત છે. તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે. કાર્યક્રમ અનુસંધાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે. દેશની સુરક્ષામાં હંમેશા તત્પર રહેતી અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય દળની ટુકડીઓ, એન.એસ.જી, સી આઈ એસ એફ, એન ડી આર એફ, સી આર પી એફ, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એકતા પરેડ સંદર્ભે કેવડિયા ખાતે રિહર્ષલ ચાલી રહ્યું છે.

પીએમઓ સતત ગુજરાતના અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સ્ટેટ આઇબી સતત સેન્ટ્રલ આઇબી સાથે સંકલન સાધી રહ્યા છે. દિલ્હીથી આવનાર ટોચના અધિકારીઓ બંદોબસ્ત સ્કીમની ગુજરાતના જવાબદારો સાથે ચર્ચા કરશે. રાષ્ટ્રિય એકતા દિવસની પરેડ દરમિયાન સી પ્લેન, ક્રૂઝના પ્રારંભ સહિત અનેક યોજનાઓને ખુલી મૂકી અને આઇએએસ ઓફિસરો સાથે વાર્ચૂલ મીટીંગ સહિતના 2 દિવસના વડા પ્રધાનના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ભવ્ય કાર્યક્રમની ભવ્યતા અને ગરિમા જળવાય તે રીતે 21 તોપોની સલામી પ્રસંગે લશ્કરી પરંપરા મુજબ 21 બ્યુગલો તથા કેમલ બેન્ડની સુરવલીઓથી અદભુત નજારો સર્જાશે. તેમ ગુજરાત બીસીએફના વડાં જી. એસ. મલીકે ઐતિહાસીક પ્રસંગનું અદભુત નિરુપણ કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતુ.

ચાલુ વર્ષે પણ મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિક દ્વારા આ મહત્વની જવાબદારી સાંભળવામાં આવી છે. ઐતિહાસિક પરેડની તૈયારીઓ વસ્ત્રાલ તથા બીએસએફના કેમ્પસમાં યોજવામાં આવેલ. તેવો જાતે આ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી મા કોઈ કચાસ ન રહે તે માટે ગાંધીનગર ચિલોડા બીએસએફ હેડ કવાટરથી નર્મદાની મુલાકાત લઈ ચૂકયા છે.

વડાંપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં સરહદી સુરક્ષાની તથા પીએમ બંદોબસ્તમા એસપી સૌરભ તોલમ્બિયા બાદ હવે વડાપ્રધાનના બંદોબસ્ત માટે ખૂબ જ અનુભવી અને દિલ્હી એસપીજી દ્વારા જેમની કામગીરી અંગે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તેવા રાજકોટ પોલીસના કાર્યદક્ષ ડીસીપી મનોહરસિહ જાડેજાને પણ તેમના પીએમ બંદોબસ્તમાં આ અનુભવ આધારે ત્રીજી વખત પસંદગી ઉતારવામાં આવી છે.

સુત્રોમાંથી સાંપડતા અહેવાલો મુજબ છેલ્લા ૩ દિવસ તેવો નર્મદા કેમ્પ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રિ રોકાણ નર્મદા કેવડિયા ખાતે કરવાના હોવાથી ગુજરાતનું ગુપ્તચર તંત્ર સતત કેન્દ્ર ગુપ્તચર સાથે સંકલનસાધી ઈનપૂટ મેળવી રહ્યું છે. કેવદિયામા પીએમ બંદોબસ્ત ધરતી, આકાશ અને જલમાર્ગ વિસ્તારો સહિતમાં રખાશે.

એસપીજીના ચુંનદા અધિકારીઓ પીએમ બંદોબસ્તમાં મહત્વની જવાબદારી સંભાળતા વડોદરા રેન્જ વડા હરી ક્રિષ્ના પટેલ.નર્મદ એસપી હિમકર સિહ સહિતના રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud