• કોવિડ 19 ના 46 બુથ પર સુરક્ષા જવાનોના ટેસ્ટિંગ બાદ 48 કલાકની વેલીડિટીના આપતા યલો પાસ
  • બે દિવસ વડાપ્રધાન દિલ્હીથી નહીં પણ કેવડીયાથી સંભાળશે દેશની કમાન
  • કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ બાદથી જ દેશના મીની કાશ્મીર ની ઉપમા પામી વન ડે પિકનિક માટે નંબર 1 ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું હતું

કેવડિયા. વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ એક પછી એક વિશ્વકક્ષાના આકર્ષણો ઉમેરાતા આજે કેવડિયા તેના 36 ટુરિસ્ટ પ્લેસ સાથે 2 દિવસનો પ્રવાસ પણ ટૂંકો પડે તે કક્ષા એ પોહચી ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસે એકતા પરેડમાં ભાગ લેવા સાથે ક્રૂઝ તેમજ સી પ્લેનના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય કેવડિયા 2 દિવસ માટે દેશનું પાટનગર બની રહે તેવા સંજોગો સર્જાયા છે.

કેવડીયામાં PMO હાઉસ ધમધમી ઉઠવા સાથે રાત્રી રોકાણને લઈ પણ સવિશેષ વ્યવસ્થા કરાઈ છે. કેવડિયામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 10 જિલ્લામાંથી 6 હજારથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એની આજુબાજુમાં બનેલા પ્રવાસન સ્થળો જંગલ સફારી પાર્ક , કેક્ટ્સ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા નર્સરી તમામ સ્થળોએ પણ વિવીધ લોકાર્પણ કરનાર છે ત્યારે જેને લઇને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને 10 જિલ્લામાંથી 6100 કરતા પણ વધારે પોલીસ કાફલો કેવડિયા કોલોનીમાં ખડકી દેવામાં આવ્યો છે.

કેવડીયા ખાતે વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષસ્થાને એક સેમિનાર યોજાયો હતો. જેમા 10 જિલ્લાના ડીએસપી , ડીવાયએસપી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા ત્યારે આ 2 દિવસના પોગ્રામમાં સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવે જેની માહિતી આપવામાં આવી હતી.

સાથે આજ સ્થળે કોવિડ- 19 ના 46 બુથ રાખવામાં આવ્યા છે, જેમાં તમામ બહારથી આવતા પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી એક પીળો પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે જેની 48 કલાક ની વેલેડિટી છે. જે પાસ વગર કોઈ પણ પોલીસ કર્મીને પોતાની ફરજ પર હાજર ન રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud