• ગરુડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ના 12 જેટલા ગામો ના 2,293 સર્વે નંબરોમાં 6,285 ખાતેદારમાં સરકારની મનમાની સામે રોષ
  • સરકાર હવે વિકાસ પર બ્રેક મારી આદિવાસીઓને શાંતિથી જીવવા દે, તંત્રને આવેદન

SOU - ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરાયેલા ઝરવાણી સહિત 12 ગામના 6,285 ખાતેદારોની જમનીમાં 135 ની કાચી નોંધ, સરકાર જમીન પચાવી પાડવાની ખેડૂતોને દહેશત
WatchGujarat. SOU નજીક ના ઝરવાણી સહિત 12 થી વધુ ગામના તલાટી દ્વારા ખેડૂત ખાતેદારો ની જમીન માં કાચી એન્ટ્રી પડતાં, સરકાર હવે અમારી જમીનો પચાવી પાડશે એવી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. સાંસદ મનસુખ વસાવા, જિલ્લા કલેક્ટર અને વનમંત્રી ને ગરુડેશ્વર તાલુકાની ગ્રામપંચાયતોના સ્થાનિક રહીશોએ એ આવેદન પત્ર આપી વાંધા અરજી આપી છે.

ગરૂડેશ્વર તાલુકાના ધીરખાડી,ઝરવાણી,ગોરા સહિતના 12 ગામોમાં ખેડૂતોની જમીન માં કાચી એન્ટ્રી પાડતા ગ્રામજનો રોષે ભરાયા છે સરકાર ની નીતિ નો વિરોધ કરી રહ્યા છે જો આ કાચી એન્ટ્રી રદ નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી આપી છે. આ મામલે સાંસદ મનસુખ વસાવા,કલેકટર ડી.એ.શાહ, વનમંત્રી ગણપત વસાવા અને પ્રાંત અધિકારી રાજપીપલા ને પણ આવેદનપત્ર આપ્યું છે. #SOU

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગ્રામજનો ને આ વિસ્તારને ઇકો સેન્સેટિવ જાહેર કરીને આ વિસ્તારમાં લોકો ની જમીન સરકાર પચાવી પાડશે તેવી દહેશત છે. આ વિસ્તાર ના ગ્રામજનો જમીન વિહાણો થઈ જસે તો તેવી ભીતિ વચ્ચે સરકારે તાત્કાલિક કાચી એન્ટ્રી રદ કરવી જોઈએ તેવી વિરોધ સાથે માગણી કરી છે. જંગલ વિસ્તારમાં આવતા ગામો ને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે તો કાચી એન્ટ્રી શુ કામ પાડી, કહી ગામલોકો હાલતો ભયભીત બન્યા છે.

ગૃડેશ્વર તાલુકાના વિવિધ ગામોના ગ્રામજનો સાંસદ મનસુખ વસાવા ના ઘરે જઇ રજૂઆત કરતા સાંસદ એ આ મામલે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર માં રજુઆત કરી આ વિસ્તાર ના આદિવાસી લોકો ને ન્યાય આપાવવાની ખાત્રી આપી છે. હવે સરકાર સ્ટેચ્યુની આડમાં આ સ્થાનિક જગ્યાઓ ખાલી કરાવી મૂડીપતિઓ ને સોંપવામાં નો મનસૂબો તૈયાર કર્યો છે સહિતની દહેશત ને લઈ 12 ગામના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. #SOU

સરકાર સામે લડવાનું થશે તો પણ હું લડીશ

સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું છે કે, તેઓ કલેકટર અને સરકારને પૂછશે કેમ કાચી એન્ટ્રી પાડવામાં આવી છે. માનવ વસ્તી કે જ્યાં લોકો રહેતા હોઈ ત્યાં કોઈ ને પણ ખલેલ ન પોહચડવી જોઈએ. પાંચ વર્ષ પહેલા પણ મેં લખ્યું હતું અને આ વર્ષે પણ હું ભારત સરકાર અને રાજ્ય સરકાર માં લખીશ. આ મુદ્દે સરકાર સામે લડવાનું હશે તો હું લડી લઈશ. #SOU

 

લોકોના ઘર કે જમીનને કઈ નહિ થાય, પાકી એન્ટ્રીનો નિર્ણય તો સરકાર લેશે

ગરુડેશ્વર તાલુકાના નાયબ મામલતદાર મેહુલ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ના 12 જેટલા ગામો ના 2,293 સર્વે નંબરો કે જેમાં 6,285 ખાતેદાર આવે છે. તે તમામ લોકો ની કાચી એન્ટ્રી પાડી છે જોકે કાચી એન્ટ્રી હાલ પાડવામાં આવી છે. પણ આ તમામ ખાતેદારોમાં પાકી એન્ટ્રી થાય છે કે નહીં તે નિર્ણય તો સરકારનો જ રહેશે, કેન્દ્ર સરકારે 5 મેં 2016 માં ગેઝટ પ્રસિદ્ધ કરી આ વિસ્તાર ને ઇકો સેન્ટસીવ ઝોન જાહેર કર્યો છે. લોકોની જમીન કે ઘરને કશું થવાનું નથી. જોકે સરકારે આ વિસ્તારમાં ઉદ્યોગ, રોપવે, સો મિલ, હોટલ લિઝ જેવા અનેક ઉદ્યોગો શરૂ નહીં કરી શકે આ વિસ્તાર નોન પોલ્યુસન વિસ્તાર રહશે. સંપાદન નો ઉલ્લેખ નથી માટે લોકો એ ડરવાની જરુર નથી. #SOU

વિરોધ ને ડામવા પંચાયતોને નોટિસ મોડી મોકલાય, ઇકો સેન્સેટિવ ઝોનનો આવકાર્ય નહિ

ઝરવાણી ગામના આગેવાન સોમા વસાવાએ વિરોધ નોંધાવતા કહ્યું છે કે, તાજેતર માં ગ્રામપંચાયતો ના રેકર્ડ પર જેતે ખેડૂત ની જમીનમાં 135ની એન્ટ્રી પડી જેનો અમે વિરોધ કરીએ છે. અમે મૉખડી ગોરા,ઝરવાણી ગ્રામ પંચાયતને ગ્રામજનો આગેવાનો ઇકો સેન્સેટીવ નો વિરોધ કરીએ છે.અમે વિરોધ ન કરીએ એટલે નોટિસ જાણી જોઈને પંચાયત ને મોડી મોકલવામાં આવી હતી અમે અમારાં ગામો ઇકો સેન્સેટીવ ઝોનમાં લેવામાં આવ્યા તેનો વિરોધ કરીએ છે.

More #SOU #Farmers #land #protest #Zarwani #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud