• સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ નાણાંકીય નુકશાન થયેલ નથી
  • HDFC બેન્ક દ્વારા તેઓએ રોકેલ એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડે જમા ન કરાવેલી રકમ એ બન્નેની આંતરિક બાબત

SOU માં કોઈ ગેરવહીવટ નહિ : મુખ્ય વહીવટદારની સ્પષ્ટતા, HDFC બેંકે તાબડતોબ જમા કરાવ્યા ₹5.24 કરોડ

WatchGujarat. SOU ની દૈનિક થતી આવકમાં વડોદરાની ડોર સ્ટેપ એજન્સીએ 16 મહિનાની રકમ જમા નહિ કરાવી ₹5.24 કરોડ ચાઉ કરવાની ઘટનામાં HDFC એ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તાબડતોબ આ રકમ SOU ના એકાઉન્ટમાં જમા કરાવી દીધી છે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદારે સ્પષ્ટતા કરી છે કે, SOU ના વહીવટમાં કોઈ અનિયમિતતા નથી અને તેને કોઈ નાણાકીય નુકશાન થયું નથી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ અનિયમિતતા કે નાણાંકીય ભૂલ થયેલ નથી તેવી મુખ્ય વહીવટદાર દ્વારા સ્પષ્ટતા બુધવારે કરાઈ છે.

SOU વહીવટીતંત્ર દ્વારા તમામ હિસાબો અને રસીદો નિયમ મુજબ જાળવવામાં આવેલ છે અને કોઈ નાણાંકીય ઉચાપત કે નાણાકીય નુકશાન થયેલ નથી. વધુમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની આવકની દૈનિક કલેક્શનની રકમ HDFC બેન્ક દ્વારા કેવડિયા ખાતેથી લઇને તેમની વડોદરા બ્રાંચમાં જમા કરવામાં આવે છે આ રકમ HDFC બેન્કની પોતાની એજન્સી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી સ્વીકારવામાં આવે છે અને તેની રસીદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દૈનિક ધોરણે ઇસ્યુ કરવામાં આવે છે સમયાંતરે સદરહુ નાણાકિય વ્યવહારોનું મેળવણું કરવામાં આવતું હોય છે.

આ મુજબ મેળવણું કરવામાં આવતા HDFC બેન્ક દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેન્ક ખાતામાં તફાવતની રકમ ₹5.24 કરોડ જમા કરાવી દેવામાં આવેલ છે.

HDFC 16 મહિના સુધીના વિલંબિત સમય માટેનું વ્યાજ પણ ચૂકવશે

વિલંબીત સમય માટે વ્યાજની ચૂકવણી માટે પણ બેન્ક દ્વારા બાંહેધરી આપવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા કોઈ નાણાંકીય અનિયમિતતા/ભૂલ થયેલ નથી. HDFC બેન્ક દ્વારા તેઓએ રોકેલ એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ સામે આ નાણાંની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર પાસેથી મેળવ્યા બાદ બેન્ક ખાતામાં જમા ન કરાવવા બદલ HDFC બેન્ક દ્રારા કેવડીયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવેલ છે જે તેમની આંતરિક બાબત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રને તેને લીધે કોઈ જાતનું નુકશાન થયેલ નથી.

દૈનિક સામ સામે નાણાં રસીદો મેળવાતી તો 16 મહિના સુધી એકાઉન્ટમાં નાણાં જમા નહિ થયાની જાણ કેમ ન થઈ

HDFC ની વર્ષ 2003 થી ડોર સ્ટેપ સર્વિસ પુરી પાડતી એજન્સી દ્વારા SOU પરથી દૈનિક નાણાં સ્વીકારી તેની રસીદ આપવામાં આવતી હતી. સમયાંતરે તેનું મેળવવું પણ કરાતું હતું તો 16 મહિના સુધી ₹5.24 કરોડની રકમ એકાઉન્ટમાં જમા જ નહીં થઇ હોવાનું કોઈ SOU ના જવાબદાર અધિકારીઓને ધ્યાને નહિ આવ્યું તે સવાલ ઉદ્દભવ્યો છે.

More #HDFC #Money Fraud #SOU #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud