• વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા ના પ્રોજેકટમાં ખાનગી એજન્સી દ્વારા વિશ્વાસઘાત કરી કરોડોની ઉચાપતનો પ્રથમ કિસ્સો
  • ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ પુરી પાડતી વડોદરા રેસકોર્સ રોડ પર આવેલી રાઇટર બિઝનેસ સર્વિસ પ્રા. લી. સામે HDFC એ કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
#SOU ની 16 મહિનાથી થતી ₹5.24 કરોડની આવક વડોદરા HDFC ની કેશ કલેકશન એજન્સીએ ચાઉ કરી
Statue of Unity

WatchGujarat. વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજના ઊમટતા રેકોર્ડ બ્રેક પ્રવાસીઓને કારણે રોજ લાખોની આવક થઈ રહી છે ત્યારે રોજની કેશ કલેક્ટ કરી બેંક એકાઉન્ટમાં જમા કરાવવા HDFC બેંકની જ ડોર સ્ટેપ સર્વિસ આપતી રાઇટર બિઝનેસ સર્વિસ પ્રા.લી. એ ₹5.24 કરોડ ચાઉ કરી જતા કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના વહીવટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે HDFC બેંકને એની જ ખાનગી એજન્સીએ ₹ 5.24 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં સોમવારે રાત્રે વડોદરા આર.સી.દત્ત. બ્રાન્ચના મેનેજર દિવ્યેશ મહેતા એ પોતાની જ વર્ષ 2003 થી કેશ કલેકશન માટે નિમેલી એજન્સી સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે.

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું (Statue Of Unity) એકાઉન્ટ વડોદરાની HDFC બેંકમાં છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોજના કલેક્શન માટે બેંકે કલેક્શન એજન્ટ તરીકે ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ માટે રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરી હતી. રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની રોજ સાંજ પડે કલેક્શનની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue Of Unity) જવાબદાર અધિકારીઓ પાસેથી લઈ બેંકના ખાતામાં જમા કરાવવાની જવાબદારી હતી. ગત 8 નવેમ્બરે HDFC ને SOU ના સત્તાધીશોએ જાણ કરતા કેશ કલેક્શનની રકમ જમા નહિ કરાવી છેતરપિંડી કરી હોવાનો ફણવો ફૂટ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ઓફિસેથી નવેમ્બર 2018 થી માર્ચ 2020 સુધીમાં આપેલી રોકડ રકમ અને એની સ્લીપ તથા એકાઉન્ટમાં જમા થયેલ રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો. આ મામલે SOU તંત્રએ HDFC બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નવેમ્બર-2018થી માર્ચ-2020 સુધીના સમયગાળા દરમિયાન રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના કર્મચારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) કચેરી ખાતેથી રૂપિયા  5,24,77,375  કરોડ રોકડ રકમ લઈ બેંક ખાતામાં જમા ના કરાવ્યા હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે.

વડોદરા HDFC બેંક દ્વારા “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ” ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ આ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ કરી છે. કેવડિયા DYSP દુધાત વાણી સમગ્ર મામલે સમગ્ર તપાસ કરી રહ્યા છે.

SOU ને HDFC ચૂકવશે ઉચાપતના ₹ 5,24,77,375

HDFC બેંક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાધીશો વચ્ચે થયેલા કરાર મુજબ બેંક SOUને ₹ 5.24 કરોડ રૂપિયા ચૂકવશે.SOU વહીવટદાર કચેરીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પાસે અમારા તમામ નાણાકિંય વ્યવહારોનું ચાર્ટર્ડ એકાઉટન્ટ દ્વારા ઓડિટ પણ કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની રસીદોને આધારે HDFC બેંકને સુપ્રત થયેલી રકમ તથા HDFC બેંક દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેંક ખાતામાં જમા કરાવેલ રકમનું મેળવણું એ સમયાંતરે નિયમિત થતી રૂટીન પ્રક્રિયા છે. જો કોઈ તફાવત હોય, તો તે HDFC બેંકની જવાબદારી છે અને બેંક દ્વારા તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવી છે.

HDFC અને SOU ના અધિકારીઓ-કર્મચારીઓ 16 મહિનાથી અજાણ ???

ગત નવેમ્બર 2018 થી માર્ચ 2020 માં SOU ની રોજે રોજ થતી આવક કેવડીયાથી કેશ કલેકશન HDFC ની એજન્સીએ કલેક્ટ કરી હતી. 16 મહિનાના લાંબા ગાળામાં એક પણ વખત HDFC કે SOU દ્વારા સામ સામે કેશની રિસીદ કે જમા થતી કેશનું કોઈ ચેકીંગ ( ટેલી) કરવામાં ન આવી જેને લઈ ને પણ અનેક સવાલો ઉભા થયા છે.

HDFC બેંક અને SOU ની બેદરકારી કે ઉચપતમાં ભાગીદારી, ઉઠતા અનેક સવાલો

રોજે રોજ કેશ પ્રમાણે સ્લીપ મેળવી બેંકમાં રકમ એજન્સી દ્વારા જમા થાય છે કે નહીં તે જોવાની જવાબદારી HDFC બેંક અને SOU ની પણ છે. 16 મહિનાથી બેંક અને sou વહીવતદારોએ કેશ ડિપોઝીટ પર ધ્યાન જ નહીં આપ્યું તે એક ખૂબ જ ગંભીર બાબત છે. આ ઉચાપત માં ખાનગી એજન્સી સાથે બેંક કે SOU ના સ્ટાફ પણ સામીલ હોઈ શકે છે સહિતના સવાલો હવે FIR બાદ ઉભા થઇ રહ્યઆ છે.

More #SOU #HDFC #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud