• ડભોઇ-ચાંદોદ વચ્ચે 130ની ઝડપે સફળ ટ્રાયલ રન
  • પ્રતાપનગરથી રોજ સવારે અને સાંજે એમ 2 મેમુ ટ્રેનો પણ ચલાવાશે
  • હવે ટ્રેન દ્વારા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ શકશે દેશભરના પર્યટકો

WatchGujarat. નવા વર્ષ 2021 થી વારાણસી, મુંબઈ, અમદાવાદ અને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કેવડિયા ટ્રેનો દોડશે. ડભોઇ-ચાંદોદ વચ્ચે 130 કિમી ની ઝડપે 2 દિવસીય સફળ ટ્રાયલ પૂર્ણ કરાઈ છે.

દુનિયાની સૌથી ઉંચી 182 મિત્રની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે પર્યંટકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. કેવડીયા ખાતેના આ સ્થળે ગુજરાતના જ નહીં પણ દેશભરના સહેલાણીઓ આવે છે. પર્યંટકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં સરળતા રહે તેના માટે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રંટથી કેવડીયા સુધીનું સી પ્લેન શરૂ કરવામાં આવ્યુ હતું જોકે 28 દિવસમાં જ સી પ્લેનને માલદીવ સમારકામ માટે મોકલવામાં આવતા સેવા બંધ થઈ ગઈ છે.

હવે રેલમંત્રાલયે કેવડિયા SOU ખાતે ટ્રેન દોડાવવાની પણ જાહેરાત કરી દીધી છે. આના માટે વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી કેવડીયા સુધી ટ્રેનની જાહેરાત કરી છે. આ ઉપરાંત મુંબઇ અને રીવાથી પણ કેવડીયા સુધીની ટ્રેનો દોડશે. તો વડોદરાના પ્રતાપનગરથી કેવડીયા સુધીની મેમુ પણ દરરોજ ચલાવવાની રેલ્વે બોર્ડ મંજુરી આપી છે.

આવતા વર્ષથી આ ટ્રેનો ચાલુ થઇ શકે છે. આગામી સમયમાં અમદાવાદથી પણ કેવડીયાની ટ્રેનોમાં વધારો થઇ શકે છે. રેલ અધિકારીએ જણાવ્યું છે કે, હાલમાં વડોદરાથી કેવડીયા રેલ્વે લાઇન બીછાવાઇ રહી છે. જેનું કામ ડીસેમ્બર સુધીમાં પુરૂ થવાની શકયતા છે. ત્યાર પછી પર્યટકો વડોદરાથી સીધા જ કેવડીયા સ્ટેશને પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ શકશે.

હાલમાં જે ટ્રેનો વડોદરા આવે છે. તેમને કેવડીયા સુધી લંબાવવાની રેલ્વે બોર્ડે મંજૂરી આપી છે. તેમાં વડોદરાની એકસપ્રેસ ટ્રેનો હવે કેવડીયા સુધી દોડાવવામાં આવશે. પ્રતાપનગરથી રોજ સવારે અને સાંજે એમ 2 મેમુ ટ્રેનો પણ ચલાવાશે.

વડોદરા પહોંચ્યા પછી કેટલીક ટ્રેનો મોટાભાગનો સમય યાર્ડમાં પડી રહે છે. એટલે આ ટ્રેનોને હવે કેવડીયા સુધી ચલાવવામાં આવશે. દરમિયાન ચાંદોદ-ડભોઇ 18.66 કિલોમીટરના નવા બ્રોડગેજ સેક્શનમાં 2 દિવસીય 130 કિલોમીટરની ઝડપે ટ્રાયલ રન સફળતા પૂર્વક લેવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud