WatchGujarat. કેવડીયા ખાતે 80 મી ‘ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’નું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી 25,નવેમ્બર 2020 ના રોજ સવારે 11 કલાકે કરશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના અધ્યક્ષ તથા ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ પણ હાજર રહેશે. લોકસભાના અધ્યક્ષ તથા વિવિધ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ આ બે દિવસય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. જેમાં ભાગ લેવા માટે લોકસસભાના સ્પીકર આજે કેવડીયા ખાતે આવી પહોંચ્યા હતા. કેવડીયા પહોંચતા જ તેમણે ટ્વિટ કર્યું કે ગુજરાતની ધરતી પર આવી ગર્વનો અનુભવ થાય છે.

કેવડીયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. લગભગ 27 વિધાનસભા-વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સે આ કોન્ફરન્સમાં હાજર રહેવા અંગેની પુષ્ટિ કરી છે. આ સંમેલનમાં તમામ રાજ્યોની વિધાનસભાના સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થાય તેવી શક્યતા છે.

 

ગુજરાતની ધરતી એ પુણ્ય પાવન ભૂમિ છે, જેણે દેશને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરાવનારા ભારતમાતાના સપૂત મહાત્મા ગાંધીને જન્મ આપ્યો છે. સાડા પાંચસોથી વધુ દેશી રજવાડાઓમાં વહેંચાયેલા દેશને ‘એક’ કરીને એક રાષ્ટ્ર બનાવનારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ પણ અહીં થયો હતો. ગુજરાતમાં 130 કરોડ ભારતીયોના દેશની એકતા-અખંડિતતાને પ્રતિ સમર્પિત એને એકતાનાં પ્રતીક સમી દુનિયાની સૌથી ઊંચી- વિશાળકાય સરદારની પ્રતિમા છે. 26 નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસને ‘બંધારણ દિવસ’/ ‘સંવિધાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud