• સરકાર મધ્યસ્થી બની ભાવમાં નિયંત્રણ કરાવેની માંગ
  • તમામ જિલ્લા કલેક્ટરોને આવેદન પણ પાઠવવામાં આવી રહ્યા છે.
  • વિરોધના બેનર લગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

WatchGujarat સિમેન્ટ-સ્ટીલના ભાવમાં થઈ રહેલા કૃત્રિમ વધારા સામે બીલ્ડર લોબી ભારે નારાજ છે. જેને પગલે આજે રાજ્યભરમાં એક દિવસની હડતાળ પાડવામાં આવી છે. અને તમામ જિલ્લા કલેક્ટરોને આવેદન પણ પાઠવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી. અને વિરોધના બેનર લગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અમલી લોકડાઉન અને ત્યારબાદ મળેલ દિશાનિર્દેશના અમલ સાથે બાંધકામ વ્યવસાયકારો દ્વારા તેમના પ્રોજટ્સ ઉપર ચાલી રહેલ કામગીરી હવે ધીરે – ધીરે સામાન્ય થવા તરફ જઇ રહી હતી. દરમિયાન સ્ટીલ અનેસિમેન્ટ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરીને કોઈ જ વ્યાજબી કારણ વગર અચાનક ભાવ વધારો કરેલ છે. તેમજ શોર્ટ સપ્લાય પણ કરેલ છે. વધુમાં ડામર, ડીઝલ તથા મટીરીયલ્સના ભાવોમાં પણ અસહ્ય વધારો થયો છે. જેના પરિણામે બાંઘકામ ખર્ચમાં ખુબ જ વધારો થયેલ છે અને રો મટીરીયલની ખેંચના લીધે વિકાસની ગતિ પણ ધીમીપડવાથી રાજ્યનો વિકાસ રૂંધાઈ રહેલ છે. તેની સીધી અસર આ વ્યવસાય ઉપર નભતા કરોડો નાગરિકોના પરિવારોને તેમજ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ ૨૫૦ થી વધુ INDUSTRIES ને થઇ રહેલ છે . જેના પરિણામે રાજ્યમાં બેકારીનું પ્રમાણ વધવાથી અનેક સમસ્યાઓ સર્જાય તેવી ભીતિ છે.

વિકાસના કામો ઝડપથી પુરા કરી પ્રધાન મંત્રીના હાઉસીંગ ફોર ઓલ અભિયાનને આગળ ધપાવાના ઉદેશ્ય સાથે કલકટરને રજુઆત : ક્રેડાઈ વડોદરા

ગુજરાત રાજ્યમાં સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા દેશના અન્ય રાજ્યોમાં ઓછી કિમતે સિમેન્ટનું વેચાણ કરવામાં આવે છે. જયારે ટ્રાન્સપોર્ટેશન ઉપરાંત અન્ય ખર્ચાઓ ગુજરાતમાં વેચાણ માટે ઓછા થાય તેમ છતાં ગુજરાત રાજ્યમાં સિમેન્ટ અન્ય રાજ્યોની સરખામણીમાં મોઘા ભાવે પ્રાપ્ત થાય છે. તે તદ્દન બિનવ્યવહારિક છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર કડક પગલા લેવામાં આવે તે જરૂરી છે . આથી સિમેન્ટ અને સ્ટીલના ભાવો માટે સરકાર દ્વારા અન્ય સેકટરના નિયમન માટે કરેલ રેગ્યુલેટરી ઓથોરીટીની જેમ તાકીદે એક અલગ રેગ્યુલેટરીની રચના કરવી જોઇએ .

જેથી સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા છાસવારે ગેરકાયદેસર રીતે કાર્ટેલ રચીને કરવામાં આવતા અસહ્ય ભાવ વધારા અને શોર્ટ સપ્લાયની નીતિ ઉપર નિયત્રણ કરી શકાય અને રાજયમાં બાંધકામ અને ઇન્ફાસ્ટ્રકચરને લગતા વિકાસ કામો ઝડપથી પુરા કરી પ્રધાન મંત્રીના હાઉસીંગ ફોર ઓલ અને એફોર્ડેબલ હાઉસિંગના સ્વપ્નને સાકાર કરવામાં અને નાગરિકોને સમયસર આવાસોની પૂર્તતા કરવામાં સહભાગી બની શકીએ તે ઉદેશ્યથી બાંધકામ સાથે જોડાયેલા વડોદરાન શહેરના સ્થાનિક વેપારીઓ દ્વારા આજ રોજ કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

ભાવવધારાથી નાછુટકે બિલ્ડરોએ મકાનોની વેચાણ કિંમતમાં 15% થી 20% નો ભાવવધારો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ : ક્રેડાઈ રાજકોટ

બીજી તરફ આ અંગે ગુજરાત ક્રેડાઈનાં પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, હાલમાં સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદક કંપનીઓ ગેરકાયદેસર રીતે કાર્ટેલ કરી કોઈપણ કારણ વગર તદ્દન ગેરવ્યાજબી રીતે અસહ્ય ભાવ વધારો કર્યો છે. જેનાથી બાંધકામની પડતર કિંમત વધી હોવાથી સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારો દ્વારા તેનો સખત વિરોધ થઈ રહ્યો છે. આ ભાવવધારાને કારણે નાછુટકે બિલ્ડરોએ મકાનોની વેચાણ કિંમતમાં 15% થી 20% નો ભાવવધારો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ કુત્રિમ ભાવવધારાના વિરોધમાં ક્રેડાઈ ગુજરાત, જીઆઈએચઈડી ક્રેડાઈ, બીએઆઈ, જીસીએ, એસીઈ વિગેરે તરફથી સહકાર મળ્યો છે. અને તમામ જિલ્લા કલેક્ટરોનાં માધ્યમથી મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ભડકો થતા બાંધકામ સાઈટો પર વિરોધના બેનર લગાડીને પ્રદર્શન કરાયું હતું. રાજ્યભરમાં બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ ગુજરાત દ્વારા વિરોધ નોંધવવા બિલ્ડર એસો.નાં દરેક પ્રમુખો, સેક્રેટરીઓ, તથા બોર્ડનાં સભ્યોને પત્ર લખાયો છે. અને એક દિવસ પ્રતિકાત્મક બંધ પાળવા પણ સૂચના આપાઈ હતી. તેનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો છે. બિલ્ડરોનું કહેવું છે કે, સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓના ભાવ વધારાથી સિમેન્ટ બ્લોક, પેવરબ્લોક, સેનેટરી આઈટમ્સ વગેરેમાં પણ ભાવવધારો થયો છે.

વડાપ્રધાનના એફોર્ડેબલ હાઉસિંગનું સપનું પણ પૂરું નહીં કરી શકાશે : ક્રેડાઈ સુરત

સુરત ક્રેડાઈએ સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના કાળ બાદ ધીમે ધીમે બાંધકામ વ્યવસાય સામાન્ય થવા તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓઓ દ્વારા કાર્ટેલ કરીને કોઈ જ વ્યાજબી કારણ વગર અચાનક ભાવ વધારો કરી દીધો છે. જેના કારણે બાંધકામ વ્યવસાયને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત આ ભાવ વધારાને લઈને રાજ્યનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. અને તેની સીધી અસર કરોડો નાગરીકોના પરિવારો પર, તેમજ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી 250 થી વધુ ઇન્ડસ્ટ્રીઝને થઇ રહ્યું છે.

ભાવ વધારાને કારણે એક સ્ક્વેર ફૂટ બાંધકામના ખર્ચમાં રૂ.250નો સરેરાશ વધારો થયો છે. ભાવવધારાના લીધે શહેરના 25 બિલ્ડરો દ્વારા નવા બુકિંગ અટકાવી દેવાયા છે. રો-મટિરિયલના રોજ બદલાતા ભાવના લીધે બિલ્ડરો મકાનોની કિંમત નક્કી કરી શકતા નથી.ગુજરાતની સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા પણ દેશના અન્ય રાજ્યોમાં ઓછી કિંમતો સિમેન્ટનું વેચાણ કરે છે. જ્યારે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ ન હોવા છતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે. તેમણે સિમેન્ટ ઉત્પાદક કંપની સામે કડક પગલાં લેવાની પણ માગ કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા ઓછો માલ બજારમાં મૂકીને શોર્ટ સપ્લાય અને કૃત્રિમ ભાવવધારો નાખવામાં આવી રહ્યો છે, જેની સામે પગલાં લેવામાં આવવાં જોઈએ.

ગુજરાતના 40 લાખ જેટલા મજૂરો 1 દિવસ માટે કામકાજથી અળગા

આ બાબતે તમામ સંગઠનોએ સિમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી સામે ભાવ ઘટાડાની માંગ કરી છે. આ એક દિવસની હળતાળમાં રાજ્યના ઘણા બધા કન્સ્ટ્રક્શન સાઇટના કામ ઠપ્પ થઈ જશે. જેનાથી 40 લાખ થી વધુ મજૂરો કામકાજથી અળગા રહશે. જો સરકાર આ હળતાળ ઉપર કોઈ નિર્ણય જાહેર નહિં કરે તો આગામી દિવસોમાં આ હળતાળ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી ચીમકી બાંધકામ અને તેની સાથે સંલગ્ન સંસ્થા આપવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud