• યુનિટી ગ્લો ગાર્ડનમાં ભારતની ધાર્મિક વિવિધતામાં એકતાને પ્રદર્શિત કરતું રાષ્ટ્રીય ફૂલ કમળની 3D LED પ્રતિકૃતિ ₹59.54 લાખના ખર્ચે સ્થપાશે
  • દરેક પાખડી પર હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક પ્રતીકો સાથે કમળ આકારનું એક મોડેલ
  • કમળના ફૂલોના ક્લસ્ટર જેને નેશનલ ફ્લાવર પેચ કહેવામાં આવે છે, તેમાં સેલ્ફ એલઇડીની રોશની
  • દરેક કમળની ઉંચાઈ 5 ફુટ, લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ 8 ઇંચ જેટલી હશે
  • SSNL દ્વારા 3 વર્ષની ઓપરેશન એન્ડ મેઇન્ટનન્સ સાથે ટેન્ડર બહાર પડાયું

Watchgujarat. કેવડિયા SOU ગ્લો ગાર્ડનમાં ભારતના ધાર્મિક વિવિધતામાં એકતાને પ્રદર્શિત કરતું 3D LED કમળની પ્રતિકૃતિ ₹59.50 લાખના ખર્ચે સ્થાપવામાં આવશે. જે માટેનું ટેન્ડર જારી કરી દેવાયું છે એજન્સીએ 3 વર્ષ જાળવણી અને નિભાવ કરવાનું રહેશે. વિશ્વની વિરાટ પ્રતિમા ઉપર હવે વિશ્વનું સૌથી મોંઘું વિવિધ ધર્મોની વિવિધતામાં એકતાને રજૂ કરતા રાષ્ટ્રીય ફૂલ કમળ ખીલશે.

SOU પરિસરમાં યુનિટી ગ્લો ગાર્ડમાં ટૂંક સમયમાં રાષ્ટ્રીય ફૂલ ‘કમળ’ તેમજ ભારતના “ધાર્મિક વિવિધતામાં એકતા” ને ઉજાગર કરતી કલા સ્થાપનાઓ પ્રકાશિત કરવામાં આવશે. કમળ ના ક્લસ્ટરની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે, જે LED લાઇટિંગ સાથે કોરિયન એક્રેલિક સામગ્રીથી બનાવવામાં આવશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNL) એ ₹59.50  લાખના ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં ઇંટોની દિવાલ પાયા પર લગાવવામાં આવશે. સ્થાપનોને સંચાલિત કરવા અને જાળવવા માટે 3 વર્ષના કરારનો સમાવેશ થાય છે.

કમળના ફૂલોનું ક્લસ્ટર, જેને નેશનલ ફ્લાવર પેચ કહેવામાં આવે છે, જેમાં સેલ્ફ એલઇડી રોશની હશે. તાજેતરના ચક્રવાત તૌકતેને કારણે નવા બંધાયેલ કેવડિયા SOU રેલ્વે સ્ટેશનને ઘણું નુકસાન થયું હતું. જેને લઈ લોટસ ક્લસ્ટર માટે મજબૂતાઈને વધુ ધ્યાનમાં રાખવામાં આવી છે. SOU વિસ્તારમાં વેગીલા પવનો હોય છે તેથી તેના માળખાં મજબૂત હોવા પર ભાર મુકાયો છે.

3 ડી ગ્લોઇંગ કમળની બાહ્ય સ્તરમાં ઓછામાં ઓછી 8 પાખડીઓ અને કેન્દ્રમાં એક ઝગમગતી કળી સાથે આંતરિક સ્તરમાં પાંચ પાખડીઓ હશે. દરેક ફૂલની ઉંચાઈ 5 ફુટ, લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ 8 ઇંચ જેટલી હશે.

ધાર્મિક વિવિધતા પરના સ્થાપનોમાં, દરેક પાખડી પર શીખ, ઇસ્લામ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક પ્રતીકો સાથે કમળ આકારનું એક મોડેલ પણ છે. બીજી સ્થાપનામાં વિવિધ પૂજા સ્થળોના આર્કિટેક્ચરલ કટઆઉટ્સ હશે.

ત્રીજું એક પેન્ટાગોન આકારનું માળખું હશે, જેમાં 5 શિરોબિંદુઓ પર 5 ધાર્મિક પ્રતીકો હશે. ચોથા ડિઝાઇનમાં “એકતા” શબ્દના મૂળાક્ષરો સાથેના 5 બ્લોક્સ અને દરેક બ્લોક પર એક ધાર્મિક પ્રતીકનો 1 કટ સમાવવામાં આવ્યો છે. વડના વૃક્ષની પ્રતિકૃતિ પર પણ ધાર્મિક પ્રતીકો લગાવાશે. તે માટેના ટેન્ડરો જૂનના મધ્યભાગમાં આખરી થઈ જશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

SSNL દ્વારા 4 જેટલી મૂળભૂત રચનાઓને મંજૂરી આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરોએ મંજૂરી માટે અંતિમ ડિઝાઇન રજૂ કરતા પહેલા નિરીક્ષણ અને આયોજન માટે સ્થળની મુલાકાત લેવી પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud