• નર્મદા SOG ની તપાસમાં અમદાવાદની SIS અને ACS ના સંચાલકો છેલ્લા કેટલાય સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સિક્યોરિટી ગાર્ડ સપ્લાય કરતા પકડાયા
  • અગાઉ ટેન્ટસિટી 1 ના લલ્લુજી & સન્સને ગેરકાયદે સરકારી જમીન પચાવી પાડી, અનામત વૃક્ષોના નિકંદન બદલ તવાઈ બોલાવવામાં આવી હતી
  • જ્યારે ટેન્ટસિટી 2 ના પર્વગ કોમ્યુનિકેશનને ખરાબાની જમીન પચાવી પાડવા બદલ ફટકાર પડી હતી
  • ટેન્ટસિટીના સંચાલકોનો રૂપિયા કમાય લેવાની હોડમાં સરકાર અને સરકારી તંત્ર સાથે ખીલવાડ, નિયમો અને કાયદાની ઐસીતૈસી

Watchgujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટેન્ટસિટી 1 અને 2 ના સંચાલકો નાણાં કમાવવાની હોડમાં સરકાર અને સરકારી તંત્ર સાથે જ ખીલવાડ કરી રહ્યાં છે. આગાઉ સરકારી જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ તેમજ અનામત વૃક્ષોના નિકંદન બાદ હવે લાયસન્સ વગર સિક્યોરિટી એજન્સી ચાલતી હોવાનું વધુ એક કાંડ નર્મદા SOG પોલીસના હાથે બન્ને ટેન્ટસિટી ખાતેથી પકડી પડાયું છે.

કેવડિયા ટેન્ટ સિટીના સંચાલકોએ નાણાં કમાવવાની લ્હાયમાં ગેરકાયદે વેપલાઓનું કેન્દ્ર બનાવી દીધું છે. હાલમાં જ ટેન્ટસીટી-1 ના લલ્લુજી & સન્સના સંચાલકોને વધારાના 16 ટેન્ટ બનાવી સરકારી જમીનમાં સાગ અને ખાખરાના વૃક્ષ કાપી લેન્ડ ગ્રેબિંગ સાથે ગેરકાયદેસર વૃક્ષ છેદન કરવા બદલ MDને વન વિભાગે એક લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વન વિભાગ અને મામલતદારના સમન્સ અને ગાજના પગલે તાત્કાલિક ટેન્ટસિટી-1 ના સંચાલકોએ જાતે જ પોતે કરેલ ₹50 લાખ જેટલાનું બાંધકામ તોડવાનો વારો આવ્યો હતો.

જે બાદ ટેન્ટસિટી- 2 દ્વારા પણ ખરાબાની જમીનમાં દબાણ મુદ્દે ગરૂડેશ્વર મામલતદારે સંચાલક પ્રવર્ગ કોમ્યુનિકેશનનના કર્તાહર્તાને નોટિસ ફટકારી હતી. હવે ટેન્ટ સીટી-1 અને 2 મા છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સીક્યુરીટી એજન્સીઓ દ્વારા સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આ ગુનામાં નર્મદા SOG પોલીસે લાયસન્સ વગર ચાલતી 2 સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લામાં અનઅધિકૃત રીતે ચાલતી પ્રાઈવેટ સીક્યુરીટી એજન્સીઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા અંગેની ડ્રાઈવ ચલવાઈ હતી. નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન આધારે PI કે.ડી.જાટે તાબાનાં માણસોને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના aapi હતી. PSI એચ.વી.તડવી તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા ગેરકાયદેસર ચાલતી સીક્યુરીટી એજન્સી શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.

બાતમી અધારે શુભમ ઇન્ટરનેશનલ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ સિક્યુરીટી (SIS) ના માલિક શ્રવણકુમાર પુરષોત્તમદાસ દ્વીવેદી (રહેવાસી, 1528, સત્ય નારાયણ મંદીર કડવા પોલ દરિયાપુર અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી-1) નું લાયસન્સ પુરું થઈ ગયું હોવાનું બહાર આવ્યું હતું.

તપાસમાં અનીન કન્સલટન્સી સર્વીસ પ્રા.લી. (ACS)ના માલિક અનીનદિતો અરૂપ ગુહા (રહેવાસી, કે-101 સેક્ટર-1, સનસીટી અપોઝીટ દુલ્હન પાર્ટી પ્લોટ, એસ.પી. રીંગ રોડ બોપલ, અમદાવાદના કેવડીયા ટેન્ટ સીટી-2 )માં છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરતા હોય જેથી તેઓની વિરૂધ્ધમાં કેવડીયા પો.સ્ટે.માં ખાનગી સલામતી એજન્સી (નિયંત્રણ) ધારા 2005 હેઠળ બન્ને સીક્યુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ અલગ-અલગ ગુના દાખલ કરાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud