• કોરોનાની બીજી લહેરમાં છેલ્લા પાંચ મહિનાથી માત્ર 500 થી 700 પ્રવાસીઓ આવતા હતા
  • કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોજના 1 લાખ પ્રવાસીઓને આવકારવાની ધરાવે છે ક્ષમતા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોતા હવે અહીં વારંવાર આવવાનું મન થાય તેમ છે, ભૂતાનથી આવેલા પ્રવાસીઓએ વ્યક્ત કરેલી ખુશી

Watchgujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી કોરોનાની બીજી લહેરમાં પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. SOU 8 જૂન થી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે 5 મહિના બાદ રવિવારે રજાની પરિવાર સાથે મજા માણવા 5000 થી વધુ પ્રવાસીઓએ પડાવ નાખ્યો હતો.

રાજ્યમા કોરોનાનું સંક્ર્મણ ઘટતા ધાર્મિક, પ્રવાસન સહિતના સ્થળો ફરી ખુલી ગયા છે. છેલ્લા 6 મહિનાથી ઘરમાં કેદ રહેલા લોકો હવે ધાર્મિક સહિત પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે. વિશ્વની વિરાટ પ્રતિમા સ્થાપિત કરી વિકસાવેલા ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર શનિ અને રવિવારમાં વિતેલા છેલ્લા વર્ષમાં પહેલી વાર 7000 કરતા વધુ પ્રવાસીઓ આવ્યા ઉમટ્યા છે. હાલ દેશ વિદેશથી પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા આવી રહ્યા છે.

ભૂતાનથી આવેલા પ્રવાસીઓએ વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાનું  સંક્ર્મણ ધટતા અમે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં કેવડિયા ખાતે બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય જે પ્રોજેક્ટ છે તેને જોવા પણ અમે આવ્યા છીએ. હવે SOU જોતા વારંવાર અહીં આવવાનું મન થાય એમ છે. આજે રવિવારે 5 મહિના બાદ એક જ દિવસે 5000 કરતા વધુ પ્રવાસીઓ આવતા કેવડિયાના સ્થાનિકોને વધુ રોજગારી મળતા તેઓમાં પણ ખુશી જોવા મળી હતી. SOU વિસ્તાર દિવસમાં 1 લાખ પ્રવાસીઓને આવકારી શકે તેટલી તેની ક્ષમતા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud