• ડભોઇ થી સ્ટેચ્યું ઓફ યુનિટી (Statue of Unity) તરફ જવાના માર્ગને આશરે ત્રણ વર્ષ પહેલા ફોર લેન ટ્રેક બનાવવામાં આવ્યો હતો
  • ચણવાડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર આવેલા બ્રિજ પર નો એક તરફા રોડ પર વચ્ચોવચ તિરાડ જોવા મળી હતી
  • સ્થાનિકો દ્વારા વિશ્વ કક્ષાના પર્યટન સ્થળ તરફ જવાના રસ્તે નબળી કામગીરી કરવામાં આવતા રોષની લાગણી જોવા મળી રહી
Gujarat, On way to statue of unity Major Crack on road
Gujarat, On way to statue of unity Major Crack on road

Watchgujarat. કેવડિયામાં બનેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વ પ્રખ્યાત છે. ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યો તથા અન્ય દેશોમાંથી સહેલાણીઓ અહિંયા મુલાકાતે આવતા હોય છે. કોરોનાની બીજી લહેર કાબુમાં આવતા જ અહિંયા સહેલાણીઓને ધસારો પુન શરૂ થયો હતો. ત્યારે સ્ટેચ્યું ઓફ યુનિટી તરફ જતા રસ્તા પર નબળા બાંધકામની પોલ ખોલે તેવો કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર તિરાડ પડતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

ડભોઇ થી સ્ટેચ્યું ઓફ યુનિટી તરફ જવાના માર્ગને આશરે ત્રણ વર્ષ પહેલા ફોર લેન ટ્રેક બનાવવામાં આવ્યો હતો. ચણવાડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર આવેલા બ્રિજ પર નો એક તરફા રોડ પર વચ્ચોવચ તિરાડ જોવા મળી હતી. જેને કારણે ખાસ કરીને રાત્રીના સમયે રોડ પરથી મુસાફરી કરતા લોકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વિશ્વ કક્ષાના પર્યટન સ્થળ તરફ જવાના રસ્તે નબળી કામગીરી કરવામાં આવતા રોષની લાગણી જોવા મળી રહી છે. અને તેની સાથે રોડનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ડભોઇ થી સ્ટેચ્યું ઓફ યુનિટી કેવડીયાને જોડતા ફોર લેન ટ્રેક રોડનું આશરે ત્રણ વર્ષ પૂર્વે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે આ રોડ ઉપર થી સ્ટેચ્યું ઓફ યુનીટી નું લોકાર્પણ હોવાથી અધીકારીઓ ના અવર જવર માટે રોડ નું કામ તાત્કાલિક ઘોરણે કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ખામીઓ રહી જવા પામી હોવાનું હવે બહાર આવી રહ્યું છે.

વરસાદી સિઝન માં રોડ ધોવાતા કેટલીક જગ્યા એ ખાડા પડ્યા હતા. ચણવાડા ગામ નજીક થી પસાર થતી નર્મદા કેનાલ ઉપર પણ ફોર ટ્રેક બ્રિજ બનાવાયો હતો ત્યાં હવે મોટી તીરાડ સામે આવી છે. જેને પગલે રાત્રી મુસાફરી કરતાં બાઇક સવારો તેમજ કાર ચાલકો ના ટાયર આ તિરાડ માં ફસાઈ જવાને પગલે અકસ્માત નોતરી રહી છે.

નોંધનીય છે કે, તંત્ર દ્વારા બાંધકામ જલ્દી કરવાને કારણે યોગ્ય ગુણવત્તા જળવાઇ ન હોય તેવું અનુમાન પ્રાથમિત તબક્કે લાગી રહ્યું છે. હવે જો તંત્ર દ્વારા આ રસ્તાનું સમયસર સમારકામ કરવામાં નહિ આવે તો અહિંયાથી પસાર થતા વાહનોનો અકસ્માત થાય તેવી ભિતી સેવાઇ રહી છે. તેવા સમયે દુર્ઘટના થાય તો તેની માટે જવાબદાર કોણ તેવા અણિયારા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

 

Gujarat, On way to statue of unity Major Crack on road

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud