• ટેન્ટ સીટી-1 ને કેવડિયા વન વિભાગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, અનામત વૃક્ષ છેદન માટે સમન્સ ફટકાર્યો હતો, ગરૂડેશ્વર મામલતદારે  અનઅધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ બજાવી હતી
  • લલ્લુજી એન્ડ સન્સ બાદ ટેન્ટ સિટી-2 ના સંચાલક પ્રવેગ કોમ્યુનિકેશનને તંત્રનું તેંડુ
  • ફળવાયેલી 5.2 હેકટર સામે 7.6 હેકટર જમીનમાં બાંધકામ કરી 2.4 હેકટરથી વધુ જમીન પચાવતા 7 જૂને હાજર થવા ફરમાન

WatchGujarat. કેવડીયા SOU માં ટેન્ટસિટી-1 ના સંચાલક લલ્લુજી એન્ડ સન્સને અવૈધ બાંધકામ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને અનામત વૃક્ષ છેદન બદલ વનવિભાગ અને તંત્રે ફટકાર લગાવ્યા બાદ ખરાબાની સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામને લઈ ટેન્ટસિટી-2 ના સંચાલકને તંત્રે નોટિસ પાઠવી છે.

SOU ADTG ઓથોરીટી અધિક કલેક્ટર, એડમીનીસ્ટ્રેટર, મામલતદાર ગરૂડેશ્વર, કેવડિયા પરિક્ષેત્ર વન અધિકારી તેમજ DILR એ 29 મે ના રોજ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. SOU સત્તાધીશોની તપાસમાં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમેં તેમની સાથે કરવામાં આવેલ કરારની વિગતો રજૂ કરવા જણાવ્યા હોવા છતાં રજુ કરેલ ન હતી.

સંયુક્ત ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જમીનની માપણી કરાવતા વિગતો આધારે પ્રથમ દ્રષ્ટિએ ટેન્ટસીટી-2 લીમડી ગામનાં સર્વે નંબર 60ની હે. 48-87-86 આરે ચોમી પૈકી હે. 1-89-23 આરે ચોમી (સરકારી ખરાબાની) અને સર્વે નં.64, ક્ષેત્રફળ હે.13-53-73આરે ચોમી છે તે પૈકી હે.05-76-28 આરે ચોમીનાં ક્ષેત્રફળ જેટલી જમીનનો ઉપયોગ કરી ટેન્ટસીટી-2 નું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

હે. 1-89-23 ચોમી (સરકારી ખરાબાની) તથા 5-76-28 ચોમી મળી કુલ હે. 7-65-51 ચોમી જમીનનો ઉપયોગ ટેન્ટસિટી-2 નર્મદા દ્વારા કરાયો હોવાનું બહાર આવ્યું હતું. TCGL દ્વારા ટેન્ટસિટી-2 ના સંચાલક મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. ને 5.2 હેક્ટરની ફાળવણી કરેલ હોવાં છતાં કોઈ પણ જાતની મંજૂરી વગર તેમના દ્વારા હે.7-65-51 ચોમી જમીનનો ઉપયોગ કરવામાં આવેલ છે.

ટેન્ટસીટી-2 નાં બાંધકામ બાબતે મંજૂર થયેલ બાંધકામનાં નકશા બાબતે તપાસણી ટીમ દ્વારા માગણી કરેલ હોવાં છતાં તેમના તરફથી કોઈ પણ આધાર પૂરાવા રજૂ કરવામાં આવેલ નથી, જેથી મંજૂર થયેલ નકશા મુજબ બાંધકામ થયેલ છે કે કેમ તે બાબત પણ સ્પષ્ટ થતી નથી.

સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત જમીન પૈકી TCGL દ્વારા મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. સાથે કરાર કરીને ફાળવવામાં આવેલ 5.2 હેક્ટર જમીન પર જ ટેન્ટસીટીનું નિર્માણ કરવાનું હતું, જ્યારે તેમના દ્વારા લીમડી તા.ગરૂડેશ્વરનાં સર્વે નં.60 ની ક્ષેત્રફળ હે. 48-87-86 આરે ચોમી પૈકી હે.1-89-23 ચોમી સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરેલ જણાય છે.

જેથી સરકારી ખરાબાની જમીન પર અનધિકૃત કબ્જો કરી કરેલ અનધિકૃત કબજો છોડવા પણ ગરૂડેશ્વર મામલતદારે નોટીસમાં ફટકારી છે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત જમીન પર TCGL દ્વારા થયેલ કરારની શરતોમાં ઉલ્લેખ હોવાં છતાં કોઈ પણ નકશા મંજૂર કરાવ્યા વગર બિનખેતી કૃત્ય કરેલ છે જે અન્વયે પણ દંડનીય કાર્યવાહી કરવાની થાય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

વધુમાં, મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા બદઈરાદાપૂર્વક નફાકીય હેતુસર સરકારી ખરાબાની જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી કોઈ પણ મંજૂરી વગર સરકારી ખરાબાની જમીન ઉપર અનધિકૃત કબજો કરી, બિનખેતી ઉપયોગનું કૃત્ય કરેલ છે, તે સબબ મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. સામે દંડનીય કાર્યવાહી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી, તે માટે જરૂરી આધાર પૂરાવા સહિત સ્પષ્ટતા કરવા 7 જૂનના રોજ સવારે 11 કલાકે ગરૂડેશ્વર મામલતદાર સમક્ષ હાજર થવાનું ફરમાન કરાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud