• ટિકિટના ખોટો દસ્તાવેજ બદલ કેવડિયા પોલીસમાં નાયબ મામલતદારે નોંધાવ્યો ગુનો, સ્ટાફના ટિકિટ ચેકીંગમાં પ્રિન્ટમાં છેડછાડ કરાઈ હોવાનું ખુલ્યું
  • 19 એડલ્ટની ટિકિટના ₹380 ના ₹430 અને 4 ચાઈલ્ડ ટિકિટના ₹230 ની જગ્યાએ ચેકીને ₹250 પડાવ્યા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ સાથે ચેડા કરી પ્રવાસીઓ પાસેથી ₹1030 વધુ ખંખેરવા બદલ કાર્યવાહી
Statue of Unity

WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી સુરતની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ એજન્સી SOU ની 23 ટિકિટના કાળા બજાર કરતા ચેકીંગમાં પકડાઈ છે. 23 એડલ્ટ અને 4 ચાઈલ્ડ પ્રવાસીઓની ટિકિટમાં ચેકચાક કરી મૂળ કિંમત કરતા ₹1030 વધુ ખંખેરી લેવા સામે કેવડિયા પોલીસ સ્ટેશને નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના સુરતના ટ્રાવેલ એજન્ટ દ્વારા કાળા બજારનું કોભાંડ શુક્રવારે ચેકીંગમાં બહાર આવ્યું છે. શુક્રવારે બપોરના 3.30 કલાકે SOU ઓફીસ આસીસ્ટન્ટ મહેશ તડવી ફી સકીંગ પાસે હાજર હતા અને તેઓ પ્રવાસીઓની ટીકીટ તપાસી રહ્યાં હતાં.

ટિકિટ ચેક કરતી વેળા SOU ની ટીકીટના ₹380 હોઇ જેના ઉપર ટીકીટ એડીટ કરીને ₹430 કરી દેવાયા હોવાનું પકડાયું હતું. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા 23 પ્રવાસીઓની અસલ ટીકીટમાં છેડછાડ કરી કીંમતમાં ફેરફાર જણાઇ આવ્યો હતો. SOU ટિકિટના મૂળ છાપેલા ટિકિટના ભાવ કરતા વધુ ભાવ વાળી ટિકિટ સાથે મળી આવેલા 23 મુલાકાતીઓને મહેશભાઇ ટિકિટ શાખાની ઓફિસમાં લઈ ગયા હતા. ઓફીસમાં હાજર નાયબ કલેક્ટર કુલદીપસીંહ વાળા, શરદ બાંભરોલીયા, રાહુલ પટેલ અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર નીરવ ઠક્કરએ ટીકીટ ચેક કરતા SOU ની અસલ કીંમતમાં સુરતની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્સીએ કીંમતમાં ફેરફાર કરી કલાબજારી કરી હોવાનું ખુલ્યું હતું.
એક વ્યક્તીની અસલ ટીકીટ ₹380 એવી કુલ 19 વ્યક્તીઓની ટીકીટમાં એડીટ કરી ₹50 વધુ ઉમેરી ભાવ ₹430 કરી કુલ ₹8170 અને 4 બાળકોની ટીકીટના ₹ 230 માં ₹20 વધુ ઉમેરી ₹250 લેખે કુલ ₹1000 નો ફેરફાર કરાયો હતો. SOU ના અસલ દસ્તાવેજો સાથે છેડછાડ કરી પ્રવાસીઓને સ્ટેચ્યુ અને વ્યુવિંગ ગેલેરી જોવાની ટીકીટનો ખોટો દસ્તાવેજ બનાવી સુરતની MY Value ટ્રાવેલ ટ્રીપ પકડાઈ ગઈ હતી. જે અંગે SOU ના નાયબ મામલતદાર સતીશકુમાર મણીલાલ પ્રજાપતીએ સુરતની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્સી વિરુદ્ધમાં કેવડિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud